આર્થિક બાબતોમાં તથા પદમાં કેટલાક ચડાવ-ઉતારની શક્યતા છે. આર્થિક નુકસાન અથવા મિલકલને લગતા નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક બાબતોમાં તકેદારી રાખવી. તમારા મિજાજ પર કાબૂ રાખજો, કેમ કે એને કારણે તમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાવ એવી શક્યતા છે તથા તેન કારણે નિકટના સાથીદારો તથા સંબંધીઓ સાથે તકરાર થવાની શક્યતા પણ છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કેમ કે બીમારીની શક્યતા જોવાય છે.
Jun 16, 2024 - Aug 10, 2024
તમે તમારા માતા-પિતા, ભાગીદાર તથા સાથીદારો સાથે સારા સંબંધ જાળવી રાખાવાના પ્રયાસો કરશો પણ બધું વ્યર્થ જશે. પ્રગતિ તથા નવા ક્ષેત્રોમાં સફળતા સરળતાથી નહીં મળે. આ તબક્કો પડકારો તથા મુશ્કેલીઓ સાથે શરૂ થશે. વિવાદો તથા બિનજરૂરી આક્રમકતા જોવા મળશે. અચાનક નુકસાનની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરશે. કેટલાક ફાયદા વગરના કામ પણ કરવા પડશે. મુશ્કેલીઓ સામે પ્રતિકાર કરવાની પ્રતિકારશક્તિ વિકસાવવાનો પ્રયાસ કરજો. જોખમો લેવાની વૃત્તિને દબાવવી તથા કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ ટાળવી.
Aug 10, 2024 - Sep 27, 2024
આ સમયગાળો ચોક્કસ જ તમામ સત્તા અપાવનારો રહેશે. વિદેશનું કનેક્શન તમને નોંધાપત્ર સમય સુધી સારૂં પરિણામ આપશે, અને આ બાબત તમારી માટે વધારાની તથા અણધારી આવકનો સ્રોત બનશે. જે કરો છો તે જાળવી રાખો અને તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો, આ વર્ષ તમને સદંતર નવી પરિસ્થિતિમાં લાવી મુકશે. પારિવારિક વાતાવરણ સહાયરૂપ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ ફળદાયી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તથા સખાવતી કાર્યો કરશો.
Sep 27, 2024 - Nov 24, 2024
તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.
Nov 24, 2024 - Jan 15, 2025
તમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.
Jan 15, 2025 - Feb 05, 2025
વ્યૂહરચનામાં મૂંઝવણ તથા ધંધાકીય ભાગીદાર અથવા સાથીદાર સાથે મતભેદ થવાની શક્યતા આ તબક્કો સૂચવે છે. મહત્વના વિસ્તરણો તથા લાંબા ગાળાની યોજનાઓ મુલતવી રાખવી. વર્તમાન સ્રોતોમાંથી મળતા લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી જાતની યોગ્ય દરકાર લેજો કેમ કે આ બાબત અસ્વસ્થતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે દીર્ઘકાલીન બીમારીની શક્યતા જોવાય છે. આ તબક્કામાં વ્યવહારૂ બનવાનો પ્રયાસ કરજો. તમે બિનજરૂરી બાબતોની પાછળ તમારો સમય અને શક્તિ વેડફશો. ચારિત્ર્યહીન વ્યક્તિઓ સાથે તકરાર થવાની શક્યતા છે.
Feb 05, 2025 - Apr 07, 2025
તમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.
Apr 07, 2025 - Apr 25, 2025
તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, આ બાબત તમારી માટે અસાધારણ સાબિત થશે. ઉપરીઓ તથા સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી લાભ થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમને ચોક્કસ જ સફળતા મળશે અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.
Apr 25, 2025 - May 26, 2025
અનેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.
May 26, 2025 - Jun 16, 2025
વ્યાવસાયિક મોરચે ગતિરોધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમારે શાંત રહેવાની કળા શીખવી જોઈએ, જેથી બિનજરૂરી માનસિક તાણ ટાળી શકાય. નિરાશા અથવા હતોત્સાહ જેવી લાગણીઓને કારણે નોકરી બદલવાની ઈચ્છા થાય તો એ ઈચ્છાને દાબી દેજો. આ સમય એવો છે જે તમારી માટે મુશ્કેલીઓ અથવા પ્રતિકુળ પરિસ્થિતિ સર્જી શકે છે, આથી બેદરકારી અથવા ગફલતથી દૂર રહેજો, ચિંતાઓ તથા બિનજરૂરી મુશ્કેલીઓ આપોઆપ તમારાથી દૂર રહેશે. સ્વાસ્થ્ય તરફ તાકીદે ધ્યાન આપવું, કેમ કે ઈજા તથા અકસ્મતની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખલેલની શક્યતા છે તથા તમારે ગુપ્તરોગો અંગે સાવચેત રહેવું જોઈએ.