સંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની સલાહ છે. સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો જરીરૂ છે, કેમ કે લાંબી બીમારીના સંકેત છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તમારા શત્રુઓ કશું જ બાકી નહીં રાખે, માટે તેમનાથી દૂર રહેવું. પરિવારના સભ્યની તબિયત તમારી માનસિક શાંતિ ખોરવી નાખ તેવી શક્યતા છે. ઉછીનાં નાણાં કે લોન લેવા જેવી બાબતોથી દૂર રહેવું, જેથી તમે આર્થિક રીતે ખુશખુશાલ અને શાંત રહી શકો. ચોરી અથવા તકરારને કારણે નુકસાન અથવા ખર્ચની શક્યતા છે. સત્તાવાળાઓ સાથે પણ તકરારની શક્યતા છે.
Feb 16, 2023 - Mar 09, 2023
આળસ તથા ઢીલાશ ધરાવતો અભિગમ ટાળવો, તમારા સ્વભાવની ભપકો ધરાવતી બાજુ પર અંકુશ રાખજો, અને જીવનમાં સફળતા મેળવવાના પ્રયાસમાં સખત પરિશ્રમનો જૂનો અને જાણીતો નુસખો અપનાવજો. આ સમયગાળા દરમિયાન તમારે ચોરી, કૌભાંડ અથવા ઝઘડાઓનો મુકાબલો કરવો પડી શકે છે. કાર્યસ્થળે વધતો કાર્યબોજ અને જવાબદારીના સ્તરમાં વધારાની શક્યતા છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો કેટલીક હદે ખરાબ ગણાય. આંખ તથા કાનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથીને પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તમારી માનસિક શાંતિમાં ખલેલ પડ્યા કરશે.
Mar 09, 2023 - May 03, 2023
આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.
May 03, 2023 - Jun 21, 2023
આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જે યાદગાર બાબતની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કરશો. તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો તથા માતા-પિતા, ભાઈ-બહેનો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે. તમે મૂલ્યવાન ધાતુ, રત્ન અથવા ઘરેણાં ખરીદી શકશો.
Jun 21, 2023 - Aug 18, 2023
આ સમયગાળાને સારા તબક્કાનું પ્રભાત કહી શકાય. તમે સારા કાર્યો સાથે સંકળાશો. આ સમયગાળા દરમિયાન તમે અતિ આનંદમાં રહેશો. તમામ વિપરિત પરિસ્થિતિઓને તમે સારી રીતે સંભાળી લેશો. પારિવારિક ખુશીની ખાતરી છે. જો કે, તમારા ભાઈ-બહેનોને કેટલીક સમસ્યા થશે. તમારા પોતાના પ્રયત્નોને કારણે તમારી આવકમાં વધારો થશે. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. સ્વાસ્થ્યને લગતી નાની-મોટી ચિંતાઓ રહેશે. તમારા પ્રયાસોમાં મિત્રો તથા સાથીદારોની મદદ મળશે.
Aug 18, 2023 - Oct 08, 2023
તમારે તમારા ભાગ્ય પર વધારે પડતો મદાર રાખવાનું ટાળવું જોઈએ. વિવિધ જગ્યાએ નાણાં અટવાઈ જવાથી તમે નાણાંભીડ અનુભવશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને પજવશે. ખાંસી, કફને લગતી સમસ્યાઓ, આંખ આવવી તથા વાયરલ તાવથી ખાસ તકલીફ થશે. મિત્રો, સંબંધીઓ તથા સાથીદારો સાથે કામ પાડતી વખતે સાવચેત રહેજો. પ્રવાસ ફળદાયી સાબિત નહીં થાય, માટે એ ટાળજો. નાની-નાનીબાબતને લઈને વિવાદ થવાની શક્યતા છે. આ એવો સમય છે જે બેદરકારી કે લાપરવાહીને કારણે મુશ્કેલીઓ સર્જી શકે છે. પ્રવાસ ટાળજો.
Oct 08, 2023 - Oct 30, 2023
વ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.
Oct 30, 2023 - Dec 30, 2023
તમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.
Dec 30, 2023 - Jan 17, 2024
આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળ આપનારો છે. વગદાર લોકોને તમે આકર્ષી શકશો, જેઓ તમારા પ્રકલ્પો તથા યોજનાઓને પાર પાડવામાં તમારી મદદ કરવા તૈયાર હશે. તમારી સખત મહેનતનું યોગ્ય મહેનતાણું મેળવવા તમારે ઝાઝી રાહ નહીં જોવી પડે. ભાઈ-ભાંડુઓને કારણે સમસ્યાઓ તથા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે તમે ધ્યાન આપજો કેમ કે તેમનાં સ્વાસ્થ્યમાં બગાડના કેટલાક ચિહ્નો છે. ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળોની મુલાકાતની શક્યતા છે. જ્યાં સુધી નાણાંકીય બાબતોનો સવાલ છે, આ વર્ષ તમારી માટે અતિ ઉત્તમ છે.
Jan 17, 2024 - Feb 16, 2024
ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.