તમારી બુદ્ધિમત્તા તમને જીવનના વિવિધ તબક્કાના લોકો પાસેથી પ્રશંસા મેળવી આપશે, વ્યવસાય કે વેપારમાં તમે તેજસ્વી તારલાની જેમ ઝળકો એવી શક્યતા છે. પરિવારમાં બાળજન્મ તમારી માટે ખુશી લાવશે. આ સમયગાળો ડહાપણ અને ધાર્મિક વિદ્યાનો છે. તમે ધાર્મિક સ્થળ અથવા મનોરંજનના સ્થળની મુલાકાત લેશો. શાસક તથા ઉચ્ચ પદ પરના અધિકારીઓ દ્વારા તમારૂં માન-સન્માન થશે.
Jun 12, 2026 - Jun 30, 2026
તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, આ બાબત તમારી માટે અસાધારણ સાબિત થશે. ઉપરીઓ તથા સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી લાભ થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમને ચોક્કસ જ સફળતા મળશે અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.
Jun 30, 2026 - Jul 31, 2026
પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.
Jul 31, 2026 - Aug 21, 2026
આ સમયગાળો સફળતા માટે શુભ પુરવાર થઈ શકે છે, શરત એટલી જ કે એ માટે તમે સખત મહેનત કરવા તૈયાર હો. તમારા સભાન પ્રયત્નો વિના પણ નવી તકો તમારી સામે આવશે. કાર્યસ્થળ અથવા ઘરમાં પરિવર્તન ભાગ્યશાળી સાબિત થશે. સફળતાના માર્ગ પર તમે આગળ તરફ મક્કમ પગલાં ભરશો. ખર્ચમાં વધારો થશે, જેના પર અંકુશ મુકવો જરૂરી છે. તમે તમારી જાતને આત્મવિશ્વાસ અને ઊર્જાવિહોણી મહેસૂસ કરશો.
Aug 21, 2026 - Oct 15, 2026
તમે તમારા માતા-પિતા, ભાગીદાર તથા સાથીદારો સાથે સારા સંબંધ જાળવી રાખાવાના પ્રયાસો કરશો પણ બધું વ્યર્થ જશે. પ્રગતિ તથા નવા ક્ષેત્રોમાં સફળતા સરળતાથી નહીં મળે. આ તબક્કો પડકારો તથા મુશ્કેલીઓ સાથે શરૂ થશે. વિવાદો તથા બિનજરૂરી આક્રમકતા જોવા મળશે. અચાનક નુકસાનની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરશે. કેટલાક ફાયદા વગરના કામ પણ કરવા પડશે. મુશ્કેલીઓ સામે પ્રતિકાર કરવાની પ્રતિકારશક્તિ વિકસાવવાનો પ્રયાસ કરજો. જોખમો લેવાની વૃત્તિને દબાવવી તથા કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ ટાળવી.
Oct 15, 2026 - Dec 02, 2026
પીડાઓ અને નિરાશા તો આવશે જ, અને તેનાથી તમે પરિસ્થિતિને હકારાત્મકતાથી લેતા તથા અને કોઈ પણ બાબતે અધવચ્ચે છોડી ન મૂકવાનું શીખશો. તમારા કાર્યસ્થળે તમારી વ્યસ્તતા સારી એવી રહેશે. અચાનક નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. વિદેશમાંના સ્રોતથી ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરી શકે છે. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી માટે આ સમય સારો નથી.
Dec 02, 2026 - Jan 29, 2027
આ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.
Jan 29, 2027 - Mar 22, 2027
આવકના સ્તરમાં તથા બેન્ક બેલેન્સમાં વધારો જોવા મળશે. નવું સાહસ શરૂ કરવા માટે સારો સમય છે. આ પરિભ્રમણ નવી મિત્રતા તથા સંબંધનું તથા તેમાંથી થનારા લાભનું સૂચન કરે છે. જૂનું કામ તથા, નવા શરૂ થયેલા કામ વાંછિત પરિણામો લાવશે, તમારી અદમ્ય ઈચ્છા પૂરી થશે. નવા ધંધા અથવા નવા કરારમાં પ્રવેશશો. ઉપરીઓ અથવા વગદાર તથા જવાબદાર પદ પરના લોકો તરફથી મદદ મળી શકે છે, આ સમયગાળામાં એકંદર સમૃદ્ધિનું પણ નિર્દેશ છે. તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધો પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે તથા થોડી સાવચેતી રાખવી પણ આવશ્યક છે.
Mar 22, 2027 - Apr 12, 2027
વ્યૂહરચનામાં મૂંઝવણ તથા ધંધાકીય ભાગીદાર અથવા સાથીદાર સાથે મતભેદ થવાની શક્યતા આ તબક્કો સૂચવે છે. મહત્વના વિસ્તરણો તથા લાંબા ગાળાની યોજનાઓ મુલતવી રાખવી. વર્તમાન સ્રોતોમાંથી મળતા લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવો. તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયત્નો કરશે. તમારી જાતની યોગ્ય દરકાર લેજો કેમ કે આ બાબત અસ્વસ્થતાનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, કેમ કે દીર્ઘકાલીન બીમારીની શક્યતા જોવાય છે. આ તબક્કામાં વ્યવહારૂ બનવાનો પ્રયાસ કરજો. તમે બિનજરૂરી બાબતોની પાછળ તમારો સમય અને શક્તિ વેડફશો. ચારિત્ર્યહીન વ્યક્તિઓ સાથે તકરાર થવાની શક્યતા છે.
Apr 12, 2027 - Jun 12, 2027
આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.