Amit Tiwari
Feb 06, 1980
12:00:00
Mumbai
72 E 52
19 N 4
5.5
Kundli Sangraha (Bhat)
ચોક્કસ (A)
તમારા સ્વભાવ પ્રમાણે અસ્તિત્વ માટે તમને મૈત્રી અને પ્રેમની જરૂર છે. એટલા માટે તમે વહેલાં લગ્ન કરશો, જો કે શક્ય છે કે બંધનકારક જોડાણ પહેલાં તમારે એક કરતાં વધારે પ્રેમ પ્રકરણ હશે. એક વખત લગ્ન થઈ જાય પછી તમે વખાણવા યોગ્ય જીવનસાથી છો. જ્યારે પ્રેમ સંબંધ તમારા જીવનમાં આવે ત્યારે તમે જાણે કે વાદળ પર ચાલતા હોવ તેવું તમને લાગે, હંમેશ કરતાં વધારે ભાવનાપ્રધાન. તે પ્રેમપાત્ર સાથેની લાગણીઓને ઊંડી બનાવી શકે છે, અને ખુબ જ આધ્યાત્મિક બનીને તમે તમારા સંબંધનું નવું અર્થધટન ગ્રહણ કરી શકો છો.
તમે જીવનશક્તિથી સમૃદ્ધ છો. તમે ખૂબ તંદુરસ્ત અને બળવાન છો અને જો તમે ગજા ઉપરાંતનો શ્રમ ન કરો તો તમે હેરાન નહીં થાવ. તમે મીણબત્તીને બન્ને છેડાઓ થી પ્રગટાવી શકો છો એટલા માટે એવું ન સમજવું જોઈએ કે તેમ કરવું તે ડહાપણ છે. તમારી સાથે ન્યાયપૂર્વક વર્તો, સ્વાસ્થ્યની બૅંકમાંથી વધારે પડતું ઉપાડશો નહીં તો પાછલી ઉમરે તમને તમારી જાતને અભિનંદન આપવાનું કારણ મળશે. માંદગી જ્યારે આવે છે ત્યારે અનપેક્ષિત રીતે આવે છે. ખરેખર તો તે દેખાય તે પહેલાના ઘણા સમય પહેલાં આવી ગઈ હોય છે. જરાક ગંભીરતાથી વિચારતા જણાશે કે તમે જાતે મુશ્કેલીને આવકારી છે. બેશક, અમુક વસ્તુઓ તમે ટાળી શક્યા હોત. તમારી આંખો તમારી નબળાઈ છે માટે તમારી આંખોની કાળજી રાખશો. ૩૫ની ઉમર પછી તમને આંખોનું કોઈ દરદ થઈ શકે છે.
જોશીલી સમય પસાર કરવાની રીતો તમને ખુબ જ આકર્ષે છે અને તે તમારા માટે લાભદાયી છે. ફૂટબૉલ, ટૅનિસ વગેરે જેવી ઝડપી રમતો તમારી શક્તિઓ માટે બહાર નીકળવાનો ઉત્કૃષ્ટ માર્ગ છે અને તમે તેમના માટે બહેતર છો. જ્યારે તમે આયુષ્યમધ્યે પહોંચશો ત્યારે તમને ચાલવાનું ગમશે પણ તમે ચાર માઈલને બદલે ચૌદ માઈલ ચાલવાનું વિચારશો. રજાના દિવસે તમે સમુદ્ર કિનારે મનોરંજન માટે બેસીને છાપું વાંચતા વાંચતા ભોજનની રાહ જોવાની ઇચ્છા નહીં કરો. ખુબ જ દૂરની ટેકરીઓ તમને બોલાવશે અને તેઓ નજીકથી કેવી લાગે છે તે જોવાની તમને ઇચ્છા થશે.