અનંત અંબાણી
Apr 10, 1995
00:00:00
Mumbai
72 E 50
18 N 58
5.5
Internet
સંદર્ભ (R)
તમે એવી કારકિર્દી શોધો જ્યાં તમે તમારા પ્રોજેક્ટ ઝીણવટભરી બારીકી સાથે પાર પાડી શકો. આ પ્રોજેક્ટ પરફૅક્ટ હોવા જોઈએ, તથા તેને પૂરા કરવા માટેનો સમય મર્યાદિત રાખવાના દબાણ હેઠળ તમે નહીં હો. દાખલા તરીકે, તમે જો ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં જાવ તો તમારી પાસે એવા ક્લાયન્ટસ હોવા જોઈએ જેમની પાસે ખર્ચવા માટે પૂરતાં નાણાં હોવા જોઈએ જેથી તમે ભવ્ય કામ કરી શકો.
તમે તમારા વિચારોને છટાદાર શબ્દોમાં મૂકી શકવાની સુવિધા ધરાવો છો, આ બાબત તમને બધાથી અલગ તારવે છે. આમ, તમે પત્રકાર, લૅક્ચરર અથવા ટ્રાવેલર સૅલ્સમેન તરીકે ખૂબ જ સારૂં કામ કરશો. ક્યારેય પણ કશુંક કહેવા માટે તમને શબ્દોની ખેંચ નહીં પડે. આ ગુણ તમને શિક્ષક તરીકે કામ કરવા માટે પણ યોગ્ય બનાવે છે. પણ જ્યારે તમારો અધીરાઈભર્યો સ્વભાવ તમારા પર હાવી થઈ જાય છે, તમારી કામગીરી પર તેની અવળી અસર પડે છે.ઝડપી નિર્ણય લેવાની જરૂર પડતી હોય તેવા લગભગ દરેક ક્ષેત્રમાં, તમે સારી સફળતા મેળવી શકશો. પણ, તે કંટાળાજનક કામ ન હોવું જોઇએ અન્યથા તમે સદંતર નિષ્ફળ પુરવાર થશો. તમને પરિવર્તન અને વૈવિધ્ય ગમે છે, આથી જે નોકરી તમને દેશમાં ઉપર-નીચે લઈ જાય અથવા કોઈ અંતરિયાળ પૉસ્ટિંગમાં મૂકે, તો તે તમને ગમશે. તમે તમારા પોતાના માલિક તરીકે કામ કરશો તો અન્યની નોકરી કરવા કરતાં તેમાં વધુ સફળતા મેળવી શકશો. તમારા મન મુજબ આવવું અને જવું તમને ગમે છે, અને આવું કરી શકવા માટે તમે તમારા માલિક હો એ જરૂરી છે.
તમારા માટે નાણાકીય સ્થિતિ વિસંગત હશે. તમે ભાગ્ય અને દુર્ભાગ્ય વારાફરતી એક સમાન રીતે ભોગવશો જ્યારે કશુંય બરાબર નહીં થાય. તમારે દરેક પ્રકારના સટ્ટા અને જુગાદૂર રહેવું જોઈએ અને તમારા ખર્ચ કરવાના વલણ પર અંકુશ રાખવો જોઈએ. નાણાકીય બાબતે તમે ખાસ અને અનિશ્ચિત સ્થિતિઓ હેઠળ પણ આવો છો. શરૂઆતમાં તમે પૈસા મેળવશો પરંતુ જાળવી નહીં શકો તેવી શક્યતા છે. તમારા વિચારો તમારા સમકાલીન સમય કરતાં ઘણા જ આગળ છે. તમને સટ્ટો કરવાની ઇચછા થશે, પણ શાસક તરીકે તમે લાચાર તથા પછાત લોકો પર દાવ લગાડશો. નવી તકોને લગતા તમારા ઉત્તમ ઉદ્દેશો ઇલેક્ટ્રિક શોધો, વાયરલેસ, રેડિયો, ટી.વી., સિનેમા અને વિલક્ષણ મકાન કે બાંધકામ અને સાહિત્ય કે ઉચ્ચ કક્ષાનું કાલ્પનિક નિર્માણ હોઈ શકે છે.