શરૂઆતથી જ જાતકને અસાધારણ લાભા તથા સંપતિ મળશે. આ ધનલાભ લોટરી, સટ્ટો, અને શેર વગેરેમાંથી હોઈ શકે છે. તમારા તમામ કાર્યોમાં તમારા મિત્રો તથા શુભચિંતકો કદાચ તમને સાથ અને સહકાર આપશે. વેપારને લગતા સોદાઓમાંથી તમે સારો એવો નફો મેળવશો. તમારી પ્રતિષ્ઠા તેમ જ માનમાં વધારો થશે. તમને સારૂં માનપાન તથા સારૂં ભોજન મળશે.
Jun 12, 2026 - Jul 12, 2026
અનેક તકો તમારી સામે આવશે પણ તે બધી જ વ્યર્થ જશે, તમે તેનો ફાયદો ઉપાડી નહીં શકો. તમારા અથવા તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આથી તેમની તથા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. આ સમય તમારી માટે મિશ્ર ફળદાયી છે. લોકો સાથે અથવા તમારા સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. શરદી તથા તાવ જેવી બીમારીઓનો ભોગ બનશો. કોઈ દેખીતા કારણ વિના તણાવ રહેશે.
Jul 12, 2026 - Aug 02, 2026
આ સમય એવો છે જે તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યને લગતી નાનકડી સમસ્યાઓને નજરઅંદાજ ન કરતા કેમ કે તે મોટી થઈ શકે છે. અલ્સર, સંધિવા, ઉલ્ટી, માથા તથા આંખની સમસ્યાઓ, સાંધાના દુખાવા તથા ધાતુની કોઈ વજનદાર ચીજ પડવાથી થતી ઈજા જેવી બાબતો પ્રત્યે ખાસ સાવચેત રહેવું. તમારા માર્ગમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી શકે છે પણ ખરાબ સમયમાં હિંમત હારશો નહીં, કેમ કે તમારો આત્મવિશ્વાસ તમારી તરફેણમાં કામ કરશે. સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદની શક્યતા છે, આથી તમને સાવધાન રહેવાની સલાહ અપાય છે. સટ્ટા તથા જોખમ લેવા માટે આ અનુકુળ સમય નથી.
Aug 02, 2026 - Sep 26, 2026
આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.
Sep 26, 2026 - Nov 14, 2026
પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.
Nov 14, 2026 - Jan 10, 2027
આ તમારી માટે ખાસ સંતોષકારક સમય નથી. આર્થિક રીતે તમારે અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તથા તકરારોને કારણે નાણાંકીય નુકસાન થશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. પારિવારિક જીવન પણ તાણ વધારશે. ધંધાકીય બાબતમાં જોખમ લેવાના પ્રયાસ કરતા નહીં, કેમ કે તમારી માટે આ સમય સારો નથી. તમારા શત્રુઓ તમારી છબિને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરશે. નાણાંકીય નુકસાનની સ્પષ્ટ શક્યતા છે.
Jan 10, 2027 - Mar 03, 2027
મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.
Mar 03, 2027 - Mar 24, 2027
વ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.
Mar 24, 2027 - May 24, 2027
તમે અનેક ગણી સફળતા મેળવશો, જે તમે આ પૂર્વે કદાચ નહીં અનુભવી હોય. વ્યક્તિગત મોરચે, તમારા નિકટજનો તમારા પર મદાર રાખશે. લોકપ્રિયતા તથા કીર્તિ કમાશો. સૌથી મહત્વની બાબત, તમારી અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો મીઠાશભર્યા રહેશે. બાળ જન્મની શક્યતા છે. તમારી નીચે કામ કરતા લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. એકંદરે, આ સમયગાળો આહલાદક રહેશે.
May 24, 2027 - Jun 12, 2027
ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.