તમારા વ્યક્તિત્વમાં, કામના સ્થળે, મિત્રો તથા સંબંધીઓ વચ્ચે એકાત્મતા કઈ રીતે સાધવી તેના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. મિત્ર અથવા તમારા ભાઈ તરફથી તમને ફાયદો થશે. રાજવીઓ તરફથી અથવા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તરફેણની આશા રાખી શકાય. જીવનમાં તમે જે પરિવર્તનો અનુભવશો તે ગહન અને લાંબા ગાળાના હશે. તમારૂં સ્વાસ્થ્ય સારૂં રહેશે. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.
Jun 9, 2026 - Jul 31, 2026
તમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.
Jul 31, 2026 - Aug 21, 2026
આ સમય તમારી માટે ઝાઝી સફળતા અપાવનારો નથી. બિનજરૂરી ખર્ચ થશે, પણ તમારે તેના પર અંકુશ મુકવું પડશે. તમામ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. પારિવારિક વાતાવરણમાં સંવાદિતાનો અભાવ જણાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી અસ્વસ્થતા વધારી મુકશે. મંત્ર તથા આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ વધશે.
Aug 21, 2026 - Oct 21, 2026
તમામ આવક જાવકમાં આ સમયગાળો તમારી માટે સફળતા લાવશે. તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલીક આહલાદક પરાકાષ્ઠા વળતર અને સ્વીકૃતિ લાવશે. મનોરંજન તથા રોમાન્સ માટે આનંદદાયક તબક્કો છે. તમારા ભાઈ-બહેનો આ વર્ષે ફૂલશે-ફળશે. તમારા પોતાના પ્રયાસોને કારણે તમારી આવકમાં વધારો થશે. પારિવારિક જીવન ખાસ્સું સુખદ રહેશે. નોકરીને લગતો રસપ્રદ પ્રસ્તાવ, વળતર, સ્વીકૃતિ અથવા પ્રમોશનની શક્યતા છે. તમે સોનાની વસ્તુ તથા કીમતી રત્નો ખરીદશો. એકંદરે, મિત્રો-સાથીદારો તથા સમાજના વિવિધ તબક્કાના લોકો સાથે તમારૂં જામશે.
Oct 21, 2026 - Nov 08, 2026
આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળ આપનારો છે. વગદાર લોકોને તમે આકર્ષી શકશો, જેઓ તમારા પ્રકલ્પો તથા યોજનાઓને પાર પાડવામાં તમારી મદદ કરવા તૈયાર હશે. તમારી સખત મહેનતનું યોગ્ય મહેનતાણું મેળવવા તમારે ઝાઝી રાહ નહીં જોવી પડે. ભાઈ-ભાંડુઓને કારણે સમસ્યાઓ તથા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે તમે ધ્યાન આપજો કેમ કે તેમનાં સ્વાસ્થ્યમાં બગાડના કેટલાક ચિહ્નો છે. ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળોની મુલાકાતની શક્યતા છે. જ્યાં સુધી નાણાંકીય બાબતોનો સવાલ છે, આ વર્ષ તમારી માટે અતિ ઉત્તમ છે.
Nov 08, 2026 - Dec 09, 2026
ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.
Dec 09, 2026 - Dec 30, 2026
વ્યાવસાયિક મોરચે ગતિરોધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમારે શાંત રહેવાની કળા શીખવી જોઈએ, જેથી બિનજરૂરી માનસિક તાણ ટાળી શકાય. નિરાશા અથવા હતોત્સાહ જેવી લાગણીઓને કારણે નોકરી બદલવાની ઈચ્છા થાય તો એ ઈચ્છાને દાબી દેજો. આ સમય એવો છે જે તમારી માટે મુશ્કેલીઓ અથવા પ્રતિકુળ પરિસ્થિતિ સર્જી શકે છે, આથી બેદરકારી અથવા ગફલતથી દૂર રહેજો, ચિંતાઓ તથા બિનજરૂરી મુશ્કેલીઓ આપોઆપ તમારાથી દૂર રહેશે. સ્વાસ્થ્ય તરફ તાકીદે ધ્યાન આપવું, કેમ કે ઈજા તથા અકસ્મતની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખલેલની શક્યતા છે તથા તમારે ગુપ્તરોગો અંગે સાવચેત રહેવું જોઈએ.
Dec 30, 2026 - Feb 23, 2027
લાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.
Feb 23, 2027 - Apr 12, 2027
કોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ નાખશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળે તે માટેનો આ સમય છે. કહેવાની જરૂર ખરી કે અંગત સંબંધોમાં ઉત્સાહ વધશે. બાળકો આનંદ લાવશે. પ્રવાસ અનિવાર્ય છે અને લોકો તમને મળવા તત્પર રહેશે. આ સમયગાળો તમને ધ્યાન કરવા તથા માનવ અસ્તિત્વ પાછળના સત્યો તથા વાસ્તવિક્તાઓ વિશે તપાસ કરવા પ્રેરશે, મોંઘી તથા વિરલ ચીજની ખરીદી કરશો. એકંદરે, આ સમયગાળો ઉચ્ચ ફળ આપનારો છે.
Apr 12, 2027 - Jun 09, 2027
કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.