તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓને કારણે તમારે સહન કરવાનું આવશે. તમારા સહ-કર્મચારીઓ તથા ઉપરીઓ સાથે તમને ફાવશે નહીં. સંતાનપ્રાપ્તિને લગતી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ તથા વૈવાહિક જીવનમાં નાની બાબતોમાં તકરાર, મતભેદ તથા બોલાચાલી ટાળવી. તમારા જીવનસાથી અને પરિવારના સભ્ય સાથે મતભેદ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ સમયગાળામાં મગજ પર અંકુશ હોવો અતિ આવશ્યક છે, કેમ કે તમે કશુંક અનૈતિક કરવાની ઈચ્છા ધરાવશો.
Oct 24, 2025 - Dec 14, 2025
આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.
Dec 14, 2025 - Jan 05, 2026
આ સમય તમારી માટે ઝાઝી સફળતા અપાવનારો નથી. બિનજરૂરી ખર્ચ થશે, પણ તમારે તેના પર અંકુશ મુકવું પડશે. તમામ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. પારિવારિક વાતાવરણમાં સંવાદિતાનો અભાવ જણાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમારી અસ્વસ્થતા વધારી મુકશે. મંત્ર તથા આધ્યાત્મિક બાબતો તરફ તમારો ઝુકાવ વધશે.
Jan 05, 2026 - Mar 07, 2026
અનેક કારણેસર તમારી માટે આ સમયગાળો ઉત્કૃષ્ટ સાબિત થશે. તમારી આસપાસનો માહોલ એટલો સરસ છે કે મુશ્કેલીઓ આપોઆપ ઉકેલાતી જણાશે. તમારા ઘરને લગતી બાબતો સંબંધિત ભ્રમણકક્ષામાં શ્રેષ્ઠ સામંજસ્ય સાથે આગળ વધી રહી છે. તમારૂં જનૂન તથા આતુરતા તમારા કાર્ય તથા કાર્યક્ષમતાને દરેક સમયે ઊંચેને ઊંચે લઈ જશે. ઉપરી વર્ગ તરફથી તરફદારી રહેશે, તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, તથા શત્રુઓના હાથ હેઠાં પડશે. તમારા પરિવારજનો તથા સગાં તરફથી પૂરેપૂરો સાથ-સહકાર મળશે. તમારી આસપાસનું વાતાવરણ આહલાદક રહેશે.
Mar 07, 2026 - Mar 25, 2026
ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.
Mar 25, 2026 - Apr 24, 2026
આ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.
Apr 24, 2026 - May 16, 2026
આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.
May 16, 2026 - Jul 09, 2026
લાભદાયક સોદો પાર પડવાની ભારે શકયતા છે. તમે જો લોન માટે અરજી કરી હોય તો તમને નાણાંકીય મદદ મળશે. સ્વાસ્થ્યને લગતી નાની વ્યાધિઓ કનડશે. વ્યાવસાયિક તથા ઘરને લગતી જવાબદારીઓ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધી તમે જીવનના આ બે મહત્વનાં પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ ભારે મુશ્કેલી બાદ પૂરી થશે પણ અંતે તે સમૃદ્ધિ,કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. સ્પર્ધામાં તમે વિજેતા તરીકે સામે આવશો તથા ઈન્ટરવ્યૂઝમાં પણ સફળતા હાંસલ કરશો.
Jul 09, 2026 - Aug 27, 2026
કોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ નાખશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળે તે માટેનો આ સમય છે. કહેવાની જરૂર ખરી કે અંગત સંબંધોમાં ઉત્સાહ વધશે. બાળકો આનંદ લાવશે. પ્રવાસ અનિવાર્ય છે અને લોકો તમને મળવા તત્પર રહેશે. આ સમયગાળો તમને ધ્યાન કરવા તથા માનવ અસ્તિત્વ પાછળના સત્યો તથા વાસ્તવિક્તાઓ વિશે તપાસ કરવા પ્રેરશે, મોંઘી તથા વિરલ ચીજની ખરીદી કરશો. એકંદરે, આ સમયગાળો ઉચ્ચ ફળ આપનારો છે.
Aug 27, 2026 - Oct 24, 2026
કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.