નજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.
Jan 11, 2024 - Feb 29, 2024
આ સમયગાળો ચોક્કસ જ તમામ સત્તા અપાવનારો રહેશે. વિદેશનું કનેક્શન તમને નોંધાપત્ર સમય સુધી સારૂં પરિણામ આપશે, અને આ બાબત તમારી માટે વધારાની તથા અણધારી આવકનો સ્રોત બનશે. જે કરો છો તે જાળવી રાખો અને તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો, આ વર્ષ તમને સદંતર નવી પરિસ્થિતિમાં લાવી મુકશે. પારિવારિક વાતાવરણ સહાયરૂપ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ ફળદાયી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તથા સખાવતી કાર્યો કરશો.
Feb 29, 2024 - Apr 27, 2024
કાર્યક્ષેત્રે સ્પર્ધા નિર્માણ થવાને લીધે આ સમયગાળાની શરૂઆત કારકિર્દીમાં વિઘ્ન સાથે થશે. નવા પ્રકલ્પો તથા કારકિર્દીમાં જોખમો લેવાનું ટાળવું. આવા સમયે તમારે વિવાદો તથા નોકરીમાં પરિવર્તન જેવી બાબતોથી ખાસ બચવું. તમારે તમારૂં વકતવ્ય તથા વાતચીત હકારાત્મક તથા કોઈને નુકસાન ન થાય એવું રાખવું, જેથી તમારા બોલાયેલા કે લખાયેલા શબ્દોને કારણે તમને કોઈ નુકસાન ન થાય. વિરુદ્ધ જાતિની વ્યક્તિ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા નહીં રહે. જીવનસાથીની બીમારીની શક્યતા છે. શક્ય હોય ત્યાં સુધી, બિનજરૂરી મુસાફરી ટાળવી. તમારે કેટલાંક અણધાર્યા દુઃખો તથા આક્ષેપોનો સામનો કરવાનું થશે.
Apr 27, 2024 - Jun 18, 2024
તમારી આસપાસના લોકો તમારૂં ખરૂં મૂલ્ય સમજાશે અને આ બાબત તમારા આનંદમાં વધારો કરશે તથા સતત તમારૂં શ્રેષ્ઠ આપવાની દિશામાં તમને કાર્યરત રાખવા પ્રેરણાદાયી બાબત પુરવાર થશે. મુસાફરી માટે આ શ્રેષ્ઠ સમય છે. બધું ભૂલી, તમારી તરફ આવતી ખુશીઓને માણો, ઘણા લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા તેના પરિણામ અને સફળતાને માણવાનો સમય આખરે આવી ગયો છે. આ સમયગાળો તમને જાણીતા લોકો વચ્ચે લાવી મૂકશે. સંતાનપ્રાપ્તિની તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમારી રચનાત્મકતાને લોકો વખાણશે.
Jun 18, 2024 - Jul 09, 2024
જો તમે નોકરી કરતા હશો તો, આ વર્ષ તમારી માટે ખૂબ જ આક્રમક રીતે શરૂ થશે. ગતિશીલતા તથા વિકાસ રહેશે. જો કે, કાર્યક્ષેત્રનું વાતાવરણ તાણયુક્ત રહેશે તથા ઉપરીઓ સાથે વિવાદો તથા તકરારો થશે. એકંદરે આ સમયગાળો ખાસ સારો નથી કેમ કે નિકટના સાથીદારો, મિત્રો અને પરિવારના સભ્યો તમારાથી અંતર રાખતા હોવાનું લાગશે. પરિવર્તનની બહુ આશા નથી તથા એની ભલામણ પણ કરવામાં આવતી નથી. અપશબ્દો બોલવાની તમારી આદત અને અભિગમને કારણે નિકટની કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે સમસ્યા સર્જાઈ શકે છે. આથી, તમારા શબ્દો પર અંકુશ રાખવાની કોશિષ કરજો.
Jul 09, 2024 - Sep 08, 2024
તમે અનેક ગણી સફળતા મેળવશો, જે તમે આ પૂર્વે કદાચ નહીં અનુભવી હોય. વ્યક્તિગત મોરચે, તમારા નિકટજનો તમારા પર મદાર રાખશે. લોકપ્રિયતા તથા કીર્તિ કમાશો. સૌથી મહત્વની બાબત, તમારી અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો મીઠાશભર્યા રહેશે. બાળ જન્મની શક્યતા છે. તમારી નીચે કામ કરતા લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. એકંદરે, આ સમયગાળો આહલાદક રહેશે.
Sep 08, 2024 - Sep 26, 2024
જીવન પ્રત્યેનો તમારો અભિગમ ઉત્સાહભર્યો રહેશે. તમે હિંમતવાન બનશો અને તમારો મિજાજ હિંસક હશે. મગજ પર અંકુશનો અભાવ રહેશે અને વિવેકાધિકારનો ક્ષય થશે. તમારી લોકપ્રિયતામાં ઘટાડો થશે અને વિવાદને કારણે સમસ્યા નિર્માણ થશે. પ્રેમ તથા પ્રેમ પ્રસંગો માટે આ સમય પ્રતિકૂળ છે. સંતાનો તથા જીવનસાથીને બીમારી નડવાની શક્યતા છે. હકારાત્મક પાસાંની વાત કરીએ તો, આ સમયગાળામાં સંતાનનો જન્મ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી લાભ મળી શકે છે.
Sep 26, 2024 - Oct 26, 2024
તમારી યોજનાઓ પર કામ કરવા માટેનો આ શ્રેષ્ઠતમ સમય છે. વૈવાહિક સુખ તથા લગ્નજીવન માણવા માટે ગ્રહો તમારી માટે અત્યંત અનુકૂળ છે. આધ્યાત્મિક વિશ્વ તમારી માટે પોતાના દરવાજા ઉઘાડશે, પણ તકોનો ઉપયોગ કરતા પૂર્વે કેટલીક તૈયારીઓ કરવી જરૂરી છે. તમે જો સંતાનની વાટ જોઈ રહ્યા હો તો સુખરૂપ સુવાવડ થશે. તમારા લેખન કાર્ય માટે તમને વાહ-વાહી મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શૈક્ષણિક શ્રેષ્ઠતાનો છે અને તેઓ અભ્યાસમાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિ કરશે. આ સમયગાળા દરમિયાન બાળજન્મની શક્યતા છે, ખાસ કરીને કન્યારત્નનો જન્મ થવાના યોગ છે.
Oct 26, 2024 - Nov 17, 2024
પરિવારના સભ્યની બીમારીને કારણે તમે બેચેનીનો ભોગ બનશો. પ્રવાસ ફળદાયી નહીં નીવડે, આથી ટાળવું. બિનજરૂરી ખર્ચ થશે, એ બાબતે ધ્યાન આપજો. મિત્રો તથા સહકર્મચારીઓ સાથેના વ્યવહારમાં તમારે સાવચેત રહેવું. અંદાજો કાઢવાની તથા વિવેકાધિન સત્તા કયારેક નબળી પડતી જણાશે. આગ અથવા સ્ત્રીને કારણે ઈજાની શક્યતા છે. આ સમયગાળો હૃદયવિકારની શક્યતા દર્શાવે છે, આથી સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું.
Nov 17, 2024 - Jan 10, 2025
નવા મૂડી રોકાણો તથા જોખમો સંપૂર્ણપણે ટાળવા. આ તબક્કા દરમિયાન મુશ્કેલીઓ તથા અંતરાયો આવી શકે છે. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હો તો, આ વર્ષ પ્રગતિકારક છે, પણ જો તમે સખત મહેનત કરશો અને લાંબા ગાળાનો તથા સંયમી અભિગમ રાખશો તો. સફળતાનો કોઈ શોર્ટકટ નહીં હોય. સારા પરિણામો માટે તમારે સ્થિર તથા મચી રહેવાનો ગુણધર્મ અપનાવવો પડશે. વર્ષ આગળ વધશે તેમ કાર્યસ્થળનું વાતાવરણ તાણભર્યું અને અનિયમિત થઈ શકે છે. નવા પ્રયાસો તથા વધારે પડતી પ્રવૃત્તિ આ સમયગાળામાં ટાળવી જોઈએ. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને આ સમયગાળમાં તમારા વચનો પૂરાં કરવાની પરવાનગી નહીં આપે. સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવું તથા તાવને કારણે થતી સમસ્યાઓની ખાસ્સી શક્યતા છે.