જ્યોર્જ બેઇલી
Sep 7, 1982
12:00:0
Launceston
147 E 8
41 S 24
7
Unknown
ખરાબ જાણકારી(DD)
જ્યાં સુધી તમારા જેવા લોકો ને લાગે વળગે છે ત્યાં સુધી નિર્મળ પ્રેમ જેવું કશું છે જ નહીં. તમે જ્યારે પ્રેમ કરો છો ત્યારે શમી ન શકે તેવી હૂંફ થી કરો છો. એક વખત તમે એકરાર કરો પછી તમારી લાગણી ભાગ્યે જ બદલો છો. ગમે તે રીતે, કોઈ પણ હરીફની કામગીરી સાથે નિર્દયતા અને કદાચ બળ થી વહેવાર થાય છે.
તમારા જીવનની લંબાઈ ભાગ્ય કરતાં તમારા પોતાના ઉપર વધારે આધાર રાખે છે. તમારી પાસે પાછલી ઉમરના ઘસારાને પહોંચી વળવાની શક્તિ છે પણ તમારે તમારા ફેફસાંની ખાસ કાળજી લેવી પડશે. જે કાંઈ તાજી હવા મળે તે મેળવો અને તમારી જાતને ઘેલા બનાવ્યા વગર સ્વર્ગીય આકાશની નીચે રહો. નિયમિત રીતે ચાલવાની ટેવ પાડો અને માથું ઊંચુ તેમજ છાતી ખુલ્લી રાખી ને ચાલો. ખાંસી અને શરદીની અવગણના ક્યારેય કરશો નહિં અને ભીની હવા ખુબ જ નુકસાન કર્તા છે. બીજી સાવધાનીમાં તમારા પાચનને સંભાળો. ક્યારેય અતિ પોષક અને પચવામાં ભારે ખોરાક વધારે પડતો લેશો નહિં. સાદો ખોરાક તમને ઉત્તમ સેવા આપશે.
વાંચન, ચિત્રકામ, નાટક અને આવાં કલા અને સાહિત્યિક આનંદપ્રમોદો તમારા મગજનો કબજો લેશે. એકાએક આધ્યાત્મમાં કે કુદરતના કાયદાથી પર કે અલૌકિક વસ્તુઓમાં તમારી રુચી થાય તો તે આશ્ચર્યજનક નહીં ગણાય. જમીનની, દરિયાઈ કે હવાઈ મુસાફરી પણ તમને આકર્ષશે. ક્રિકેટ, ફૂટબૉલ જેવી રમતો માટે તમારી પાસે ઓછો સમય રહેશે. ગમે તે રીતે, તમને અંત:ગૃહ રમતો, જેવી કે ટેબલ-ટેનિસ, કૅરમ, બૅડમિંટન ઇત્યાદિમાં રુચી હશે.