પરિસ્થિતિ તમારી માટે અતિ સાનુકુળ છે. બધું જ વિસારે પાડી, તમારા માર્ગમાં આવતી આનંદની ક્ષણોને માણી લેજો. લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા, તેના ફળો ચાખવાનો તથા આરામથી તે સફળતા માણવાનો સમય આવી ગયો છે. આ સમયગાળો તમને પ્રતિષ્ઠિત લોકોની વચ્ચે લાવી મુકશે. વિદેશમાંથી થનારો લાભ તમારો મરતબો વધારશે. ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી પણ લાભની શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો તરફથી આનંદની પ્રાપ્તિ થશે. ઘરમાં ધાર્મિક કાર્ય સંપન્ન થશે, તેને કારણે નામ, પ્રતિષ્ઠા અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.
Apr 29, 2026 - Jun 23, 2026
ઉપરીઓ તથા જવાબદારીભર્યા અથવા વગદાર પદ પરના લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સારી પ્રગતિ કરશો. વ્યાપાર-ધંધાને લગતી શક્યતાઓ સારી રહેશે, જો તમે નોકરી કરતા હો તો પ્રમોશનની શક્યતા પણ નકારી શકાય નહીં. કારકિર્દી તથા ઘરના મોરચે તમારે મહત્વની જવાબદારીનો ભાર ઉપડવાનો થશે. તમારી સત્તાવાર ફરજ-પ્રવાસ દરમિયાન સુસંગત વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાની સારી શક્યતા છે. તમારા ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં સારાસારી રહેશે. જો કે, તમારા ભાઈ-ભાંડુને તકલીફ થઈ શકે છે.
Jun 23, 2026 - Aug 11, 2026
તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અને તમારી જાતની યોગ્ય દરકાર લેવી અને તમારી પોતાની જરૂરિયાતો તમને સક્રિય ઊર્જા સાથે સામંજસ્ય સાધવામાં કરવામાં મદદ કરશે, શારીરિક મહેનત માગતી રમતોમાં ભાગ લેવો એ આ બાબત માટેનો સારો માર્ગ છે. તમે જે ઊર્જાથી તરબતર થઈ રહ્યા છો તે ચોક્કસ જ તમારા જીવનમાં અનેક ટેકેદારોને આકર્ષશે. કામના સ્થળે વધુ સમય અને ઉર્જા આપવા તમને નેતૃત્વની જરૂર ધરાવતા પદ માટે બોલાવી શકાય છે તમારા જીવનસાથી તમારી ખુશી અને સફળતામાં યોગદાન આપશે. તમારા માન-મરતબામાં વૃદ્ધિ થશે અને તમે વધુ લોકપ્રિય બનશો
Aug 11, 2026 - Oct 07, 2026
કેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડોની બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.
Oct 07, 2026 - Nov 28, 2026
મિલકતને લગતા સોદાને કારણે આ સમયગાળા દરમિયાન સારો લાભ મળી શકે છે. આર્થિક બાબતોને લગતા વિવાદોનો નિર્ણય તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. આવકના નવા સ્રોતોને ઓળખી કાઢશો. લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે પગારવધારો મળશે. ધંધાને લગતી મુસાફરી સફળ અને ફળદાયી રહેશે. આ સમયગાળા સૌથી મહત્વની બાબત એ છે કે તમને મળતા માનમાં હકારાત્મક વધારો થશે. આરામદાયક ચીજો પાછળ ખર્ચ કરવા અથવા નવું વાહન ખરીદવા તરફ તમારો ઝુકાવ રહેશે.
Nov 28, 2026 - Dec 19, 2026
તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, જે તમારી માટે અસાધારણ સાબિત થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે અને તમે તમારા વેપાર સબંધિત મુસાફરી કરશો જે ફળદાયી તથા સારી પુરવાર થશે. આ અદભુત સમયગાળનો મહત્તમ ઉપયોગ કરો. તમે કેટલાંક ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપશો તથા કોઈક માનનીય ધાર્મિક વ્યક્તિના સંપર્કમાં આવશો.
Dec 19, 2026 - Feb 18, 2027
તમે અંગત સંબંધો પર કામ કરી રહ્યા છો, તે તમારી તરફેણમાં નહીં આવે, અને તેને કારણે ઘરે તથા ઓફિસમાં ખલેલનું વાતાવરણ સર્જાશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો તથા તમારી છબિને સુધારવાનો પ્રયાસ કરજો. આ સમયગાળામાં વિષય-વાસના સંબંધિત વિચારો ન તમને માત્ર હતાશ કરશે બલ્કે તમારી માટે અપમાનજનક પરિસ્થિતિ પણ ઊભી કરી શકે છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેના સંવાદિતાભર્યા સંબંધો ખરડાઈ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં ખલેલ નિર્માણ કરશે. બિનજરૂરી ખર્ચની શક્યતા છે. એકંદરે, આ સમય તમારી માટે સુખપ્રદ નથી. શારીરિક રીતે તમે નબળાઈ તથા નાસીપાસ થયેલા અનુભવશો.
Feb 18, 2027 - Mar 09, 2027
જીવન પ્રત્યેનો તમારો અભિગમ ઉત્સાહભર્યો રહેશે. તમે હિંમતવાન બનશો અને તમારો મિજાજ હિંસક હશે. મગજ પર અંકુશનો અભાવ રહેશે અને વિવેકાધિકારનો ક્ષય થશે. તમારી લોકપ્રિયતામાં ઘટાડો થશે અને વિવાદને કારણે સમસ્યા નિર્માણ થશે. પ્રેમ તથા પ્રેમ પ્રસંગો માટે આ સમય પ્રતિકૂળ છે. સંતાનો તથા જીવનસાથીને બીમારી નડવાની શક્યતા છે. હકારાત્મક પાસાંની વાત કરીએ તો, આ સમયગાળામાં સંતાનનો જન્મ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી લાભ મળી શકે છે.
Mar 09, 2027 - Apr 08, 2027
અતિ સફળ અને યથાર્થ સમયગાળો તમારી રાહ જઈ રહ્યો છે. વધારાની આવક માટે રચનાત્મક અભિગમ અને તકો જોવાય છે. તમારા ઉપરીઓ અને સુપરવાઈઝર્સ સાથે તમારી સારાસારી રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. વ્યાપારનો વ્યાપ અને તમારી શાખ બંને વધતા દેખાય છે. એકંદરે આ તબક્કો સફળતા માટેનો છે.
Apr 08, 2027 - Apr 29, 2027
મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.