John Roosevelt
Mar 13, 1916
23:00:00
New York City
74 W 0
40 N 42
-5.0
Dirty Data
ખરાબ જાણકારી(DD)
તમે પ્રેમને ખુબ જ ગંભીરતાથી લો છો. વાસ્તવમાં, તમારો અભિગમ એવો છે કે જેના લીધી શક્ય છે કે તમારી લાગણીનું પાત્ર મૂંઝાઈ જાય. એક વખત તમાર સાચા પ્રેમનો તબક્કો સરળતાથી પસાર થઈ જાય પછી તમે વ્યક્ત કરશો કે તમારી લાગણી ઊંડી અને વાસ્તવિક છે. તમે એક લાગણીપ્રધાન જીવનસાથી બનશો અને જેની સાથે તમે લગ્ન કરશો તે તમારો અખંડ પ્રેમ મેળવશે. તેમ છતાં, તે અથવા તેણી તમારી મુશ્કેલીઓને ધ્યાનથી સાંભળે તેવું ઇચ્છશો. પરંતુ બીજાઓને સહાનુભૂતિથી સાંભળવાની ધીરજ તમારામાં નહીં હોય.
તમારા શરીરનું બંધારણ કે ઘડતર સારું છે. તમે ગણનાપાત્ર જીવનશક્તિ ધરાવો છો અને જો તમે પ્રચુર માત્રામાં ખુલ્લી જગ્યામાં કસરત કરશો તો તે પાછલી ઉમર સુધી જળવાઈ રહેશે. પણ આ સહેલાઈથી વધારે પડતી હોઈ શકે છે. જો તમે વ્યાજબી માત્રા કરતાં વધારે કસરત કરશો તો તે તમારા શ્વશનતંત્રને તકલીફ આપશે અને તમને શ્વાસનળીના રોગો થશે. ૪૫ વર્ષની ઉમર પછી રાંઝણ (સાઈટિકા) અને સંધિવાના હુમલા થવાની શક્યતા છે. આ હુમલાઓનું કારણ આપવું અઘરું છે પણ તે જો તમે રાત્રીની હવામાં રહો તો થઈ શકે છે.
ખુલ્લામાં થતી મનોરંજક પ્રવૃત્તિમાં તમે રોકાયેલાં રહો છો અને તમે અનુભવ્યું છે કે તે તમારા માટે ઉપયોગી છે. એક દહેશત એ છે કે તમે કદચ તે વધારે પડતી કરીને તમારા શરીરના બંધારણ કે ઘડતર ને હાનિ પહોંચાડો. ખુલ્લામાં હલન ચલન કરવા પ્રત્યે તમને લગાવ છે. આમ, જો તમને ઘોડેસવારી ન ગમતી હોય પણ એ ચોક્કસ છે કે ઝડપથી મોટર ચલાવવામાં, અથવા કદાચ લાંબી રેલવેની મુસાફરી, અને આનંદપર્યટન કરવામાં તમને પ્રસન્નતાનો અનુભવ થાય છે. પુસ્તકો વાંચીને કે શૈક્ષણિક મુલાકાતો કરીને તમારી જાતને શિક્ષણ આપવામાં તમે ખુબ જ રસ ધરાવો છો. વિશેષ શક્યતા એ છે કે તમે તમારા પ્રયત્નો થકી જ્ઞાનની સરખામણીએ સંતોષ વધારે મેળવો છો.