કેરી કેટના
Sep 6, 1980
12:0:0
Washington
80 W 13
26 N 7
-5
Unknown
ખરાબ જાણકારી(DD)
તમારા વ્યાવસાયિક જીવનમાં તમે સત્તાવાહી અને જિદ્દી છો. તમે અનુસરનારા નહીં પણ ચોક્કસપણે જ નેતૃત્વ કરનારા હશો. સમસ્યા તરફ તટસ્થભાવે જોવાનો પ્રાયસ કરો, તથા હઠાગ્રહી થઈને કોઈપણ નિર્ણય ન લો, કેમકે નોકરીને લગતી ખુશી તથા સફળતા મેળવવામા આ બાબત મોટો અંતરાય સાબિત થઈ શકે.
એવાં ઘણાં વ્યવસાયો છે કે જે લાભદાયી રીતે તમારી શક્તિઓનો ઉપ્યોગ કરી શકે. આયોજન કરવાની તમારી અભિરુચિ તમને અસંખ્ય ધંધા અને વિનિમય વેપાર કે જેમાં મૌલિકતાનું મહત્વ છે તેના માટે યોગ્ય બનાવે છે અને આ પુરુષ અને સ્ત્રી બન્ને ને લાગુ પડે છે. આ જ ખાસિયત, જો અન્ય દિશામાં તાલીમ આપવામાં આવે તો સંગઠનવ્યવસ્થામાં મદદ કરે છે. આ રીતે તમે મોટા વ્યાવસાયિક ઉદ્યોગનું સંચાલન કરવા માટે ઘણી સારી રીતે યોગ્ય છો. આખું વર્ષ એકનું એક કામ કરવાનું કાર્ય તમારે ટાળવું જોઈએ. નિત્યક્રમ ધરાવતાં વ્યવસાયો તમારા માટે નથી.
કોઇ પણ ઉદ્યોગ, વેપાર સંગઠન કે અન્યોને રોજગાર આપવાના કાર્યમાં પૈસા કમાવવાની તમારી આવડત મહત્વની છે. તમે હંમેશાં મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકશો અને જે પણ કાર્યપદ્ધતિ તમે નક્કી કરો તેમાં સ્વાશ્રયી તેમજ દૃઢનિશ્ચયી બનો. તમે જે પણ કામ હાથ પર લો તેમાં ખૂબ જ સટ્ટાકીય વલણ ધરાવો છો. વિચારશીલ દૃષ્ટિને બદલે જીવનને તમે એક રમત તરીકે લો છો. સામાન્ય રીતે, ભાગ્ય તમારા મોટા ભાગના જીવન દરમિયાન સાથ આપશે. નાણાકીય બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક વખત તમારા જીવનનો શરૂઆતનો ભાગ પસાર થઈ જાય પછી તમે જે પાયો નાખ્યો છે તેનો લાભ મળવાનો શરૂ થશે આ તબક્કાથી તમે સંપત્તિ અને પ્રતિષ્ઠા કમાશો.