સંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવાની સલાહ છે. સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો જરીરૂ છે, કેમ કે લાંબી બીમારીના સંકેત છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં તમારા શત્રુઓ કશું જ બાકી નહીં રાખે, માટે તેમનાથી દૂર રહેવું. પરિવારના સભ્યની તબિયત તમારી માનસિક શાંતિ ખોરવી નાખ તેવી શક્યતા છે. ઉછીનાં નાણાં કે લોન લેવા જેવી બાબતોથી દૂર રહેવું, જેથી તમે આર્થિક રીતે ખુશખુશાલ અને શાંત રહી શકો. ચોરી અથવા તકરારને કારણે નુકસાન અથવા ખર્ચની શક્યતા છે. સત્તાવાળાઓ સાથે પણ તકરારની શક્યતા છે.
Jun 15, 2026 - Jul 06, 2026
વરિષ્ઠો અથવા વગદાર કે જવાબદાર પદો પરના લોકો પાસેથી તમને પૂરેપૂરો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સરસ પ્રગતિ સાધી શકશો. પરિવાર તરફથી મળતા સહકારમાં વધારો થતો જોશો. દૂરના સ્થળે રહેતા લોકો તથા વિદેશી સાથીદારો પાસેથી મદદ મળશે. એક કરતાં વધુ સફળતાનું વચન આપતો આ સમયગાળો તમારી માટે અદભુત છે, શરત એટલી જ કે તમે તે માટે સખત મહેનત કરવા તૈયાર હો. નવી તકો તમારા સજાગપણે કરેલા પ્રયત્નો વિના તમારી સામે આવશે. સામાજિક વર્તુળમાં તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે. તમે નવું ઘર બંધાવશો અને તમામ પ્રકારની ખુશી માણી શકશો.
Jul 06, 2026 - Sep 05, 2026
તમારી સામેના પડકારોનો સામનો કરવા તમે નવા વિચારો લાવશો. સોદા તથા લેવડદેવડ સુખરૂપ તથા આસાનીથી પાર પડશે, કેમ કે તમે તમે તમારા દરેક પ્રતિસ્પર્ધીઓને પછાડશો. એક કરતાં વધુ સ્રોતથી આવક થશે. તમારા મિત્રો તથા પરિવારજનો તમારૂં અંગત જીવન ભવ્ય અને વધુ ફળદાયી બનાવશે. સમય વિતવાની સાથે તમારા ગ્રાહકો, સાથીદારો તથા અન્ય સંબંધિત લોકો સાથેના તમારા સંબંધો ચોક્કસપણે સુધરશે. આ સમયગાળામાં સુખ-સાહ્યબીની કેટલીક ચીજ ખરીદશો. એકંદરે, આ સમયગાળો તમારી માટે ફળદાયી છે.
Sep 05, 2026 - Sep 24, 2026
આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળ આપનારો છે. વગદાર લોકોને તમે આકર્ષી શકશો, જેઓ તમારા પ્રકલ્પો તથા યોજનાઓને પાર પાડવામાં તમારી મદદ કરવા તૈયાર હશે. તમારી સખત મહેનતનું યોગ્ય મહેનતાણું મેળવવા તમારે ઝાઝી રાહ નહીં જોવી પડે. ભાઈ-ભાંડુઓને કારણે સમસ્યાઓ તથા મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે તમે ધ્યાન આપજો કેમ કે તેમનાં સ્વાસ્થ્યમાં બગાડના કેટલાક ચિહ્નો છે. ધાર્મિક મહત્વ ધરાવતાં સ્થળોની મુલાકાતની શક્યતા છે. જ્યાં સુધી નાણાંકીય બાબતોનો સવાલ છે, આ વર્ષ તમારી માટે અતિ ઉત્તમ છે.
Sep 24, 2026 - Oct 24, 2026
પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.
Oct 24, 2026 - Nov 14, 2026
આ વર્ષમાં તમારે એક જ બાબત ટાળવી જોઈએ, અને તે છે વધારે પડતો આત્મવિશ્વાસ. ઘર માટે અથવા પરિવારના કોઈક સભ્યની તબિયતની સ્થિતિ પાછળ ખર્ચને કારણે નાણાં વ્યયનું પ્રમાણ વધારે રહેશે. પારિવારિક સંબંધો તરફના તમારા અભિગમમાં વધુ જવાબદાર બનવાનો પ્રયાસ કરજો. તમારી નબળાઈઓને લાભ અન્યો લે અને પછી તમને લાગણીશીલ રીતે છિન્નભિન્ન કરી નાખે તેવી શક્યતા છે. જીવનસાથી સાથે અથવા પ્રેમ જીવનમાં સમસ્યાઓને કારણે વિસંવાદિતા સર્જાવાની શક્યતા છે. મુસાફરી ફળદાયી પુરવાર નહીં થાય એટલું જ નહીં તે નુકસાનમાં પરિણમશે.
Nov 14, 2026 - Jan 08, 2027
તમારી માટે આ સારો સમયગાળો નથી. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે. તમારે કેટલાક બિનજરૂરી કાર્યો સાથે સંકળાવવું પડશે. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો ફૂડ પોઈઝનિંગ પેટને લગતી વ્યાધિનું કારણ થઈ શકે છે. જોખમ લેવાની વૃત્તિ પર અંકુશ રાખવું કેમ કે આ તબક્કો તમારી માટે આ અતિ સુમેળભર્યો નથી. નાની બાબતોને લઈને સગાં તથા મિત્રો સાથે તકરાર થવની શક્યતા છે. કોઈ મહત્વનાં પગલાં લેતાં નહીં અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ ઉપરાંત, તમારે નિરર્થક કામોનો હિસ્સો બનવું પડશે.
Jan 08, 2027 - Feb 26, 2027
આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જે યાદગાર બાબતની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કરશો. તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો તથા માતા-પિતા, ભાઈ-બહેનો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે. તમે મૂલ્યવાન ધાતુ, રત્ન અથવા ઘરેણાં ખરીદી શકશો.
Feb 26, 2027 - Apr 24, 2027
તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.
Apr 24, 2027 - Jun 15, 2027
મુશ્કેલીઓ તથા તકલીફોના તબક્કા બાદ આવી રહેલો આ બહુ સારો સમયગાળો છે અને તમારી લાંબા સમયની સખત મહેનત બાદ મળેલી સફળતા અને તેના પરિણામનો હવે નિરાંતે આનંદ લઈ શકશો. તમારૂં આર્થિક ભાગ્ય અતિ ઉત્તમ રહેશે, પણ શરત એ કે તમે શંકાસ્પદ સટ્ટાકીય પરિસ્થિતિથી દૂર રહેશો. મુસાફરી તમને સુસંગત ભાગીદાર અથવા નવા મિત્રોના સંપર્કમાં લાવશે. રાજકારણ સાથ સંકળાયેલા મહાનુભાવો અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો ઘરોબો વધશે. આ સમયગાળામાં પુત્રજન્મની શક્યતા છે.