નજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.
Nov 11, 2025 - Nov 30, 2025
જીવન પ્રત્યેનો તમારો અભિગમ ઉત્સાહભર્યો રહેશે. તમે હિંમતવાન બનશો અને તમારો મિજાજ હિંસક હશે. મગજ પર અંકુશનો અભાવ રહેશે અને વિવેકાધિકારનો ક્ષય થશે. તમારી લોકપ્રિયતામાં ઘટાડો થશે અને વિવાદને કારણે સમસ્યા નિર્માણ થશે. પ્રેમ તથા પ્રેમ પ્રસંગો માટે આ સમય પ્રતિકૂળ છે. સંતાનો તથા જીવનસાથીને બીમારી નડવાની શક્યતા છે. હકારાત્મક પાસાંની વાત કરીએ તો, આ સમયગાળામાં સંતાનનો જન્મ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી લાભ મળી શકે છે.
Nov 30, 2025 - Dec 30, 2025
આ તમારી માટે અતિશય સારો સમય છે, આથી તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરજો. કેટલાક સુખદ આશ્ચર્યો તથા કૌટુંબિક અથવા સંબંધીઓના સ્નેહમિલનના પ્રસંગોની શક્યતા છે. સ્ત્રીઓ તરફથી લાભ અને ઉપરીઓ તરફથી તરફેણની શક્યતા છે. જ્યાં સુધી આર્થિક બાબતોનો પ્રશ્ન છે, આ સમયગાળો ફળદાયી છે.
Dec 30, 2025 - Jan 20, 2026
આ તમારી માટે સુંદર તબક્કો છે, તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરજો. તમારી તમામ તાણ અને મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. પારિવારિક તથા વ્યાવસાયિક વતાવરણ તમારી તરફેણમાં રહેશે. વાહન હંકારતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું. તમારા શત્રુઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કેમ કે તમે તેમને કચડી નાખવની માનસિક સ્થિતિમાં છો. તમે બહાદુર વ્યક્તિ તરીકે સામે આવશો અને વ્યવસાયમાં વિશેષ યોગ્યતા પણ મેળવશો.
Jan 20, 2026 - Mar 16, 2026
તમારી માટે આ સમય મિશ્ર ફળદાયી છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે તમારૂં શ્રેષ્ઠતમ આપશો. કાર્યને વળગી રહેવાની તમારી વૃત્તિ અડીખમ રહેશે, એકવાર હાથમં લીધેલું કામ તમે અધવચ્ચે નહીં છોડો તથા તમારી કટિબદ્ધતા અચળ રહેશે. તમારા વ્યક્તિત્વમાં અહંયુક્ત પ્રકૃતિ વિકસવાનું જોખમ છે. તમારો આ અભિગમ તમારી લોકપ્રિયતાને હાનિ પહોંચાડી શકે છે. લોકો સાથે કામ પાર પાડતી વખતે વધુ વિનમ્ર અને મોકળા બનવાનો પ્રયાસ કરો. તમે તમારા ભાઈ-બહેનને પીઠબળ આપશો. તમારા સંબંધીઓને તકલીફ થઈ શકે છે.
Mar 16, 2026 - May 04, 2026
સંગીતને લગતી તમારી આવડતની વહેંચણી કરવાનું તમને ગમશે, તથા તમે સંગીતમાં કોઈ રચના કરો એવી શક્યતા પ્રબળ છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી અસર કરશે. તમારા શત્રુઓનું વર્ચસ ઘટશે. એકંદરે, આ ગાળામાં ખુશીની ખાતરી છે. તમારા પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો થશે.
May 04, 2026 - Jul 01, 2026
આ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.
Jul 01, 2026 - Aug 21, 2026
સ્વાસ્થ્યને લગતી સંકુલતાઓને કારણે તમને તકલીફલ થશે. નાણાં બચાવવાનું તમને મુશ્કેલ લાગશે કેમ કે વિલાસ-વૈભવ તથા મોજશોખની પાછળ ખર્ચ કરવાની તમારી વૃત્તિ રહેશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં રાચવા માટે આ સારો સમય નથી. સાવ નાની બાબતમાં ઝઘડા, ગેરસમજ અને બોલાચાલી પારિવારિક શાંતિ પર અસર કરશે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે સમસ્યાઓ સર્જી શકે છે, તમારા પરના પાયાવિહોણા આક્ષેપોને કારણે પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેનાથી ચેતતા રહેજો. સ્ત્રી વર્ગ તરફથી તમે મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો,આથી ચેતતા રહેજો.
Aug 21, 2026 - Sep 12, 2026
સારા પરિણામો માટે તમારે સ્થિર અને અકધારો સ્વભાવ રાખવાની દિશામાં કામ કરવું જોઈએ. ગતિશીલતા તથા વિકાસ જોવા મળશે. સહ-કર્મચારીઓ તથા ઉપરીઓ સાથેના તમારા અરસપરસના સંબંધો સારા રહેશે. આવકના સાધન તમારી માટે અતિ સરસ છે અને તમે તમારૂં પારિવારિક જીવન માણશો. આધ્યાત્મિક રીતે, તમે ચોક્કસ સ્તરે પહોંચશો. તમે જો પ્રમોશનની વાટ જોઈ રહ્યા હો, તો આ ગાળામાં તમને તે જરૂર મળશે. તમારૂં મિત્રવર્તુળ પણ વ્યાપક થશે. અચાનક મુસાફરી કરશો અને આ બાબત તમારી માટે સદભાગ્ય લાવશે. તમે સખાવતી કાર્યોમાં દાન કરશો તથા આ સમયગાળા દરમિયાન તમે સમૃદ્ધ થશો.
Sep 12, 2026 - Nov 11, 2026
કોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ ફેંકશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળશે. તમે તમારી જવાબદારી પાર પાડી શકશો અને તમારા માતા-પિતા, મિત્રો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદના માધ્યમ થકી તમને સારા સમચાર મળશે. તમારા પ્રયાસો જાળવી રાખજો, આ વર્ષ તમને સાવ જુદી પરિસ્થિતિમાં પહોંચાડશે. લાંબા અંતરનો પ્રવાસ લાભદાયક પુરવાર થશે. આ સમયગાળા દરિમયાન તમે ભવ્ય જીવન જીવશો.