નજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.
Mar 25, 2026 - May 13, 2026
સંગીતને લગતી તમારી આવડતની વહેંચણી કરવાનું તમને ગમશે, તથા તમે સંગીતમાં કોઈ રચના કરો એવી શક્યતા પ્રબળ છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી અસર કરશે. તમારા શત્રુઓનું વર્ચસ ઘટશે. એકંદરે, આ ગાળામાં ખુશીની ખાતરી છે. તમારા પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો થશે.
May 13, 2026 - Jul 09, 2026
માનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધંધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.
Jul 09, 2026 - Aug 30, 2026
તમે કાયમી આશવાદી છો, અને આ વર્ષના પ્રસંગો તમારી આશાવાદી માન્યતાઓને વધુ દૃઢ કરશે. તમારિ રાશિ માટેના શ્રેષ્ઠ સમય મુજબ જો તમે સમજદારીપૂર્વક રોકાણ કરશો તો તમને નોંધાપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા નિકટજનો તથા સાથીદારો તરફથી ભરપૂર સહકાર તથા ખુશી તમને વળતર રૂપે મળી શકે છે, પ્રતિસ્પર્ધીઓ પર વિજય તથા લગ્ન અથવા રોમેન્ટિક પરિસ્થિતિ તથા પાર્ટી જેવા આહલાદક પ્રસંગો પણ આવશે. પારિવારિક વાતાવરણ ખાસ્સું સંતોષપ્રદ રહેશે.
Aug 30, 2026 - Sep 20, 2026
કેટલીક અસ્વસ્થતાની શક્યતા છે, મુખ્યત્વે ભટકતી વાસનાની ઊંડી લાગણીને કારણે આવું થશે. તમને એક ખૂણામાં ગોંધાઈ રહેવું ગમતું નથી, આને કારણે કેટલીક તાણ નિર્માણ થશે. તમારા મગજનો ઝુકાવ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રહેશે, અને તમે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા પણ કરશો. આ તબક્કાની શરૂઆત કારકિર્દીમાં કેટલીક ગતિશીલતા તથા દબાણ સાથે થશે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેના તમારા તાદાત્મ્યમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. તમારા રોજબરોજના ધ્યેય તરફ પૂરું ધ્યાન આપજો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકો. ધંધાને લગતી કોઈ પણ બાબત સાથે સંકળાવા માટે આ યોગ્ય સમય નથી, તમારી માતા માટે આ સમય કસોટીપૂર્ણ રહેશે.
Sep 20, 2026 - Nov 20, 2026
તમામ આવક જાવકમાં આ સમયગાળો તમારી માટે સફળતા લાવશે. તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલીક આહલાદક પરાકાષ્ઠા વળતર અને સ્વીકૃતિ લાવશે. મનોરંજન તથા રોમાન્સ માટે આનંદદાયક તબક્કો છે. તમારા ભાઈ-બહેનો આ વર્ષે ફૂલશે-ફળશે. તમારા પોતાના પ્રયાસોને કારણે તમારી આવકમાં વધારો થશે. પારિવારિક જીવન ખાસ્સું સુખદ રહેશે. નોકરીને લગતો રસપ્રદ પ્રસ્તાવ, વળતર, સ્વીકૃતિ અથવા પ્રમોશનની શક્યતા છે. તમે સોનાની વસ્તુ તથા કીમતી રત્નો ખરીદશો. એકંદરે, મિત્રો-સાથીદારો તથા સમાજના વિવિધ તબક્કાના લોકો સાથે તમારૂં જામશે.
Nov 20, 2026 - Dec 09, 2026
તમારા રોમેન્ટિક જીવનમાં થોડો મસાલો ઉમેરવાનું આ વર્ષ છે. કોન્ટ્રાક્ટ્સ તથા કરારોમાંથી લાભ મેળવવા માટે આ ઉત્તમ વર્ષ છે. તમારી તરફેણમાં હોય તેવા સોદા પાર પાડવા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાય દ્વારા તથા અન્ય સાહસોમાંથી થતી આવકમાં વધારો થશે તથા તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા છે. તમારા અંગત જીવનને સુસંવાદિત કરવાની તમામ પૂરક પૂર્વજરૂરિયાતો તમારી પાસે છે. વાહન તથા સુખાકારીની અન્ય ચીજો વસાવશો, તમારા પારિવારિક જીવનમાં દરજ્જો તથા મરતબો ઉમેરવાનો આ સમય છે. તમારી આવકમાં નોંધપાત્ર વધારાની શક્યતા છે.
Dec 09, 2026 - Jan 08, 2027
આ તમારી માટે અતિશય સારો સમય છે, આથી તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરજો. કેટલાક સુખદ આશ્ચર્યો તથા કૌટુંબિક અથવા સંબંધીઓના સ્નેહમિલનના પ્રસંગોની શક્યતા છે. સ્ત્રીઓ તરફથી લાભ અને ઉપરીઓ તરફથી તરફેણની શક્યતા છે. જ્યાં સુધી આર્થિક બાબતોનો પ્રશ્ન છે, આ સમયગાળો ફળદાયી છે.
Jan 08, 2027 - Jan 29, 2027
પરીક્ષામાં સફળતા અથવા પદોન્નતિ, અથવા વ્યવસાયમાં પ્રતિષ્ઠામાં વધારાની ખાતરી છે. પરિવાર તરફથી મળતા સહકારમાં થતો વધારો તમે જોઈ શકશો. દૂરના સ્થળે રહેતા લોકો અથવા વિદેશમાં વસતા સાથીદારો તરફથી મદદ મળશે. તમને નવું કામ મળશે, જે ફાયદાકારક પુરવાર થશે. ગમે તવી વિપરિત પરિસ્થિતિનો સામનો કરવાનો ગજબનો આત્મવિશ્વાસ તમારામાં જોવા મળશે.
Jan 29, 2027 - Mar 25, 2027
આ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.