આર્થિક બાબતોમાં તથા પદમાં કેટલાક ચડાવ-ઉતારની શક્યતા છે. આર્થિક નુકસાન અથવા મિલકલને લગતા નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક બાબતોમાં તકેદારી રાખવી. તમારા મિજાજ પર કાબૂ રાખજો, કેમ કે એને કારણે તમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાવ એવી શક્યતા છે તથા તેન કારણે નિકટના સાથીદારો તથા સંબંધીઓ સાથે તકરાર થવાની શક્યતા પણ છે. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું કેમ કે બીમારીની શક્યતા જોવાય છે.
Mar 27, 2025 - May 27, 2025
આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.
May 27, 2025 - Jun 14, 2025
સ્વભાવે આક્રમક બનવાનો પ્રયાસ ન કરતા કેમ કે તમારી આક્રમકતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂકી શકે છે. તમારા મિત્રો સાથે મતભેદ,તકરાર અને લડાઈઓ થશે. આથી સંબંધો સુમેળભર્યાં રાખવાના પ્રાયાસ કરજો અન્યથા તેમની સાથેના સંબંધો બગડવાની શક્યતા છે. આર્થિક મોરચે ચડાવ-ઉતાર આવ્યા કરશે. પારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારીનો અભાવ જોવા મળશે, પત્ની તથા માતા તરફથી સંતાપની શક્યતા છે. સ્વાસ્થ્ય અંગે યોગ્ય દરકાર લેવાની સલાહ છે. તરત ધ્યાન આપવાની જરૂર હોય તેવી બીમારીઓમાં, માથાનો દુખાવો, આંખ, પેટને લગતા વિકારો તથા પગના સોજાનો સમાવેશ થાય છે.
Jun 14, 2025 - Jul 14, 2025
તમારી માટે આ આર્થિક સ્થિરતાનો ગાળો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી આશાઓ તથા મહત્વાકાંક્ષાઓ પર કામ કરી શકો છો અને તેને યોગ્ય આકાર આપી શકો છો. પ્રેમ તથા રોમાન્સ માટે અનુકુળ સમય છે. તમે નવી મિત્રતા વિકસાવશો, જે ફળદાયી અને મદદરૂપ સાબિત થશે. વિદ્વાનો તરફથી તમે માન તથા સન્માન મેળવશો અને વિરૂદ્ધ જાતિની વ્યક્તિઓ વચ્ચે પણ તમે ખાસ્સા લોકપ્રિય થશો. લાંબા અંતરના પ્રવાસોની શક્યતા છે.
Jul 14, 2025 - Aug 05, 2025
શારીરિક તથા માનસિક રીતે આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ ખૂબ જ સારો તબક્કો છે, ખાસ કરીને તમારા ભાઈઓ પણ વિકાસ સાધશે. તમારી કારકિર્દીમાં પ્રયત્નોની પરાકાષ્ઠા કરજો, કેમ કે આ સમયગાળામાં સફળતાની ખાતરી છે. ભૌતિક બાબતોમાં પણ લાભની શક્યતા છે. તમારા શત્રુઓ તેમની યોજનામાં સફળ નહીં થાય. આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે. તમે વિજેતા તરીકે સામે આવશો.
Aug 05, 2025 - Sep 28, 2025
આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.
Sep 28, 2025 - Nov 16, 2025
સંગીતને લગતી તમારી આવડતની વહેંચણી કરવાનું તમને ગમશે, તથા તમે સંગીતમાં કોઈ રચના કરો એવી શક્યતા પ્રબળ છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી અસર કરશે. તમારા શત્રુઓનું વર્ચસ ઘટશે. એકંદરે, આ ગાળામાં ખુશીની ખાતરી છે. તમારા પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો થશે.
Nov 16, 2025 - Jan 13, 2026
માનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધંધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.
Jan 13, 2026 - Mar 06, 2026
આ સમય તમારી માટે બહુ સંતોષજનક નથી. અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયાસોમાં નિષ્ફળતા તમારી હતાશા વધારી મુકશે. કામનો બોજો વધુ હોવાથી તમારે ખેંચાવું પડશે. પારિવારિક જીવનને કારણે પણ તાણ વધશે. ધંધાને લગતી બાબતમાં જોખમ ન લેતા કેમ કે આ સમયગાળો તમારી માટે અનુકુળ નથી. તમારા શત્રુઓ તમારી છબિને કલંકિત કરવાની કોશિષ કરશે. તમે બિનજરૂરી ખર્ચ કરશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ તમને હેરાન કરશે. ખાસ કરીને વૃદ્ધોને મોતિયો તથા કફને લગતી સમસ્યાઓ નડશે.
Mar 06, 2026 - Mar 27, 2026
આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.