તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.
Jun 13, 2026 - Aug 06, 2026
આ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.
Aug 06, 2026 - Sep 24, 2026
તમારી ભૌતિક જરૂરિયાતોને સંતોષવા તથા તમારી અંગત સુરક્ષાની રચના કરવા માટે અન્યો તરફથી સારી મદદ મળશે અથવા તેમના પ્રભાવને કારણે તમે એ દિશામાં આગળ વધી શકશો. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી છાપ છોડશે. તમારી યોગ્યતાને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ તરફથી માન્યતા તથા સરાહના મળશે. તમારો સ્વભાવ મૈત્રીભર્યો છે અને વિવિધ સામાજિક પરિપ્રેક્ષ્યમાં તમને સમૂહમાં કામ કરવું આસાન જણાશે, સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને કારણે તમે થોડા ખિન્ન રહેશો. બાહ્ય ફેરફાર કરતાં વ્યક્તિગત પરિવર્તનો વધુ અસરકારક છે.
Sep 24, 2026 - Nov 21, 2026
માનસિક તેમ જ શારીરિક રીતે તમે આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ સમયગાળો સારો છે. કારકિર્દીમાં પ્રયાસ કરજો કેમ કે સફળતાની ખાતરી છે. ભૌતિક ચીજોની પ્રાપ્તિ પણ જોવાય છે. આ સમયગાળામાં તમે જમીન અને મશીનરીની ખરીદી કરશો. તમારા ધંધા કે વેપારમાં નોંધપાત્ર લાભની ખાતરી છે. તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં. દૂરના સ્થળના લોકોના સંપર્કમાં આવશો. પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે.
Nov 21, 2026 - Jan 12, 2027
આવક અથવા પદમાં વધારો થશે તથા કાર્ય અથવા વ્યાપારિક પ્રવૃત્તિઓમાંથી લાભ થવાની ખાતરી છે. શત્રુઓનો પરાજય, મિલકતમાં વૃદ્ધિ, ઉપરીઓ તરફથી લાભ અને સફળતાની આ સમયગાળા દરમિયાન અપેક્ષા રાખી શકાય છે. મુસાફરી ઉપયોગી સાબિત થશે તથા આ સમયગાળો તમને માનવીય, ફિલોસોફિકલ અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા બનાવશે. વ્યાવસાયિક તથા ઘરની જવાબદારીઓ વચ્ચે તમે સમજદારીપૂર્વક સંતુલન જાળવી શકશો.
Jan 12, 2027 - Feb 02, 2027
કેટલીક અસ્વસ્થતાની શક્યતા છે, મુખ્યત્વે ભટકતી વાસનાની ઊંડી લાગણીને કારણે આવું થશે. તમને એક ખૂણામાં ગોંધાઈ રહેવું ગમતું નથી, આને કારણે કેટલીક તાણ નિર્માણ થશે. તમારા મગજનો ઝુકાવ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રહેશે, અને તમે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા પણ કરશો. આ તબક્કાની શરૂઆત કારકિર્દીમાં કેટલીક ગતિશીલતા તથા દબાણ સાથે થશે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેના તમારા તાદાત્મ્યમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. તમારા રોજબરોજના ધ્યેય તરફ પૂરું ધ્યાન આપજો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકો. ધંધાને લગતી કોઈ પણ બાબત સાથે સંકળાવા માટે આ યોગ્ય સમય નથી, તમારી માતા માટે આ સમય કસોટીપૂર્ણ રહેશે.
Feb 02, 2027 - Apr 04, 2027
લોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.
Apr 04, 2027 - Apr 22, 2027
આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
Apr 22, 2027 - May 22, 2027
બિનજરૂરી ખર્ચ થશે. પ્રેમ, રોમાન્સ અને જીવન પ્રત્યેનો અભિગમ બહુ ઉત્સાહજનક નથી. જીવનની વિવિધ પરિસ્થિતિઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં તમને શાંત અને સંતુલિત રહેવાની સલાહ છે. અંદાજો લગાડીને આગળ વધવાની વૃત્તિ તમને અત્યારે કામ નહીં આવે માટે આ બાબતથી દૂર રહેજો. આંખ, બરોળને લગતી મંદ સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. ખોટું બોલીને તમે તમારી જાત માટે સમસ્યાઓ ઊભી કરશો.
May 22, 2027 - Jun 13, 2027
આળસ તથા ઢીલાશ ધરાવતો અભિગમ ટાળવો, તમારા સ્વભાવની ભપકો ધરાવતી બાજુ પર અંકુશ રાખજો, અને જીવનમાં સફળતા મેળવવાના પ્રયાસમાં સખત પરિશ્રમનો જૂનો અને જાણીતો નુસખો અપનાવજો. આ સમયગાળા દરમિયાન તમારે ચોરી, કૌભાંડ અથવા ઝઘડાઓનો મુકાબલો કરવો પડી શકે છે. કાર્યસ્થળે વધતો કાર્યબોજ અને જવાબદારીના સ્તરમાં વધારાની શક્યતા છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો કેટલીક હદે ખરાબ ગણાય. આંખ તથા કાનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથીને પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તમારી માનસિક શાંતિમાં ખલેલ પડ્યા કરશે.