નજીકના સંબંધી અથવા પરિવારના સભ્યના અવસાનના ખરાબ સમાચાર મળી શકે છે. તમારી પોતાની યોગ્ય દરકાર લેજો કેમ કે તમને કોઈ બીમારી થવાની શક્યતા છે. મિલકતનું નુકસાન, આત્મવિશ્વાસને ઠેસ પહોંચવી, વ્યર્થ માનસિક વ્યગ્રતાની પણ શક્યતા છે. તમારાથી ઈર્ષા કરતા લોકો તમારી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચોરીને કારણે આર્થિક નુકસાનની શક્યતા પણ જોવાય છે. તમે ખરાબ સંગત અથવા કુટેવના રવાડે ચડી જાવ એવી શક્યતા છે.
Nov 1, 2023 - Dec 26, 2023
તમારી માટે આ સમય મિશ્ર ફળદાયી છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે તમારૂં શ્રેષ્ઠતમ આપશો. કાર્યને વળગી રહેવાની તમારી વૃત્તિ અડીખમ રહેશે, એકવાર હાથમં લીધેલું કામ તમે અધવચ્ચે નહીં છોડો તથા તમારી કટિબદ્ધતા અચળ રહેશે. તમારા વ્યક્તિત્વમાં અહંયુક્ત પ્રકૃતિ વિકસવાનું જોખમ છે. તમારો આ અભિગમ તમારી લોકપ્રિયતાને હાનિ પહોંચાડી શકે છે. લોકો સાથે કામ પાર પાડતી વખતે વધુ વિનમ્ર અને મોકળા બનવાનો પ્રયાસ કરો. તમે તમારા ભાઈ-બહેનને પીઠબળ આપશો. તમારા સંબંધીઓને તકલીફ થઈ શકે છે.
Dec 26, 2023 - Feb 13, 2024
આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જે યાદગાર બાબતની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કરશો. તમે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો તથા માતા-પિતા, ભાઈ-બહેનો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે. તમે મૂલ્યવાન ધાતુ, રત્ન અથવા ઘરેણાં ખરીદી શકશો.
Feb 13, 2024 - Apr 11, 2024
આ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.
Apr 11, 2024 - Jun 01, 2024
મિલકતને લગતા સોદાને કારણે આ સમયગાળા દરમિયાન સારો લાભ મળી શકે છે. આર્થિક બાબતોને લગતા વિવાદોનો નિર્ણય તમારી તરફેણમાં આવવાની શક્યતા છે. આવકના નવા સ્રોતોને ઓળખી કાઢશો. લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે પગારવધારો મળશે. ધંધાને લગતી મુસાફરી સફળ અને ફળદાયી રહેશે. આ સમયગાળા સૌથી મહત્વની બાબત એ છે કે તમને મળતા માનમાં હકારાત્મક વધારો થશે. આરામદાયક ચીજો પાછળ ખર્ચ કરવા અથવા નવું વાહન ખરીદવા તરફ તમારો ઝુકાવ રહેશે.
Jun 01, 2024 - Jun 23, 2024
સારા પરિણામો માટે તમારે સ્થિર અને અકધારો સ્વભાવ રાખવાની દિશામાં કામ કરવું જોઈએ. ગતિશીલતા તથા વિકાસ જોવા મળશે. સહ-કર્મચારીઓ તથા ઉપરીઓ સાથેના તમારા અરસપરસના સંબંધો સારા રહેશે. આવકના સાધન તમારી માટે અતિ સરસ છે અને તમે તમારૂં પારિવારિક જીવન માણશો. આધ્યાત્મિક રીતે, તમે ચોક્કસ સ્તરે પહોંચશો. તમે જો પ્રમોશનની વાટ જોઈ રહ્યા હો, તો આ ગાળામાં તમને તે જરૂર મળશે. તમારૂં મિત્રવર્તુળ પણ વ્યાપક થશે. અચાનક મુસાફરી કરશો અને આ બાબત તમારી માટે સદભાગ્ય લાવશે. તમે સખાવતી કાર્યોમાં દાન કરશો તથા આ સમયગાળા દરમિયાન તમે સમૃદ્ધ થશો.
Jun 23, 2024 - Aug 23, 2024
કોઈ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તથા સટ્ટાકીય પ્રવૃત્તિમાં ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં સારી પ્રગતિની શક્યતા છે. આ સમયગાળો તમારી માટે શ્રેષ્ઠતમ પુરવાર થઈ શકે છે, શરત એટલી કે તમે એ માટે મહેનત કરવા તૈયાર હો. તમે કેટલીક મિલકત મેળવશો તથા સમજદારીભર્યું રોકાણ કરશો. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથે મળશે. પરિવારિક તરફથી મળતા સહકારમાં વધારો જોવા મળશે. સ્વાદિષ્ટ ભોજન માટેનો ટેસ્ટ વિકસાવશો. ઘરમાં સ્નેહ મિલનની શક્યતા છે.
Aug 23, 2024 - Sep 10, 2024
તમે થકાવનારૂં કામ નહીં લઈ શકો કેમ કે આ સમયગાળા દરમિયાન તમે શારીરિક રીતે તકલીફમાં મુકાવ એવી શક્યતા છે. તમારી જાતને તમે અનૈતિક પ્રવૃત્તિઓમાં રત જોશો. તમે જો ખેતી સાથે સંકળાયેલા હશો, તો નુકસાનની શક્યતા છે. ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. માતાની નાદુરસ્ત તબિયત તમને ચિંતા કરાવી શકે છે. રહેઠાણની બાબતમાં અણગમતા ફેરફાર થશે. વાહન બેફામપણે ન હંકારવું.
Sep 10, 2024 - Oct 10, 2024
બિનજરૂરી ખર્ચ થશે. પ્રેમ, રોમાન્સ અને જીવન પ્રત્યેનો અભિગમ બહુ ઉત્સાહજનક નથી. જીવનની વિવિધ પરિસ્થિતિઓ પ્રત્યેના તમારા દૃષ્ટિકોણમાં તમને શાંત અને સંતુલિત રહેવાની સલાહ છે. અંદાજો લગાડીને આગળ વધવાની વૃત્તિ તમને અત્યારે કામ નહીં આવે માટે આ બાબતથી દૂર રહેજો. આંખ, બરોળને લગતી મંદ સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. ખોટું બોલીને તમે તમારી જાત માટે સમસ્યાઓ ઊભી કરશો.
Oct 10, 2024 - Nov 01, 2024
મિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.