RamMohan Sharma
Nov 02, 1929
12:00:00
Ambala
76 E 46
30 N 22
5.5
Kundli Sangraha (Bhat)
ચોક્કસ (A)
તમે એવી કારકિર્દી શોધો જ્યાં તમે તમારા પ્રોજેક્ટ ઝીણવટભરી બારીકી સાથે પાર પાડી શકો. આ પ્રોજેક્ટ પરફૅક્ટ હોવા જોઈએ, તથા તેને પૂરા કરવા માટેનો સમય મર્યાદિત રાખવાના દબાણ હેઠળ તમે નહીં હો. દાખલા તરીકે, તમે જો ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં જાવ તો તમારી પાસે એવા ક્લાયન્ટસ હોવા જોઈએ જેમની પાસે ખર્ચવા માટે પૂરતાં નાણાં હોવા જોઈએ જેથી તમે ભવ્ય કામ કરી શકો.
શુષ્ક તથા સુરક્ષિત વ્યવસાયમાં તમે ખુશ નહીં રહી શકો. જ્યાં સુધી દરેક દિવસ પોતાની સાથે જેનો ઉકેલ લાવવાનો છે અથવા જેના પર વિજય મેળવવાનો છે એવી સમસ્યાઓનો નવો જથ્થો પોતાની સાથે લાવશે, તમે સંતુષ્ટ રહેશો. વળી, જોખમનો મસાલો તથા હિંમત દાખવવાની શક્યતા ધરાવતી પરિસ્થિતિઓ તમને ઓર ખુશ કરશે. આવા પ્રકારના કેટલાક વ્યવસાયોના ઉદાહરણો છેઃ સર્જન, કન્સ્ટ્રક્શન એન્જિનિયર, ઉચ્ચ મેનેજમેન્ટમાં પદ. સર્જન તરીકેનું કામ તમને ઉત્સાહિત કરશે કેમ કે લોકોના જીવન તથા તમારી પોતાની શાખ તમારા કાર્યો પર અવલંબે છે.કન્સ્ટ્રક્શન એન્જિનિયરે બાંધકામ કરતી વખતે કેટલાક મોટા પડકાર ઝીલવાના હોય છે.અમારો કહેવાનો આશય એટલો જ કે જોખમનું ઉચ્ચ પ્રમાણ ધરાવતા તથા ઉચ્ચ કૌશલ્યની જરૂર હોય એવા વ્યવસાયો તમારી માટે યોગ્ય છે.
તમારા જીવનના શરૂઆતના વર્ષોમાં નાણાકીય બાબતે તમે ભાગ્યશાળી હશો, પરંતુ ખર્ચાળ સ્વભાવ અને ભવિષ્ય માટે જોગવાઈ કરવાની ઊણપને કારણે તમારા દિવસો પૂરા થાય તેના ઘણા સમય પહેલાં તમે તમારી જાતને નિર્ધન સ્થિતિમાં જુઓ તેવી દહેશત છે. તમે નાણાકીય વ્યવહારમાં અત્યંત ચોક્ક્સ નહીં બની શકો. પૈસા, તેના કોઈ પણ સ્વરૂપે, બનાવવા માટે તમે ક્યારેય સુસજ્જ નહીં હોવ. તમે હોશિયાર અને બુદ્ધિજીવી છો અને જો તમારી તત્કાળ જરૂરિયાતો પૂરી થઈ જાય તેટલું તમારી પાસે હોય તો તમે સંપત્તિની જરાય ચિંતા નહીં કરો. તમે વ્યક્તિઓના આશાવાદી વર્ગના છો જેઓ સ્વપ્નાઓ માં જીવે છે.