તમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.
May 26, 2026 - Jun 16, 2026
આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.
Jun 16, 2026 - Aug 10, 2026
આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.
Aug 10, 2026 - Sep 27, 2026
પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.
Sep 27, 2026 - Nov 24, 2026
લાંબા ગાળાના નવા સંબંધો- મિત્રતા શરૂ કરવા માટે આ યોગ્ય સમય નથી. વ્યાવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કેટલાંક મહત્વનાં મુદ્દા ઊભાં થશે જે બેચેની વધારશે. નિરાશાવાદી બનવા કરતાં આશાવાદી બનવું હંમેશાં સારૂં હોય છે. પ્રેમ અને લાગણીમાં સંકોચન જોવા મળશે જેને કારણે સંતોષનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે. સંતાનનો જન્મ તમારા ઘરમાં આનંદ લાવશે. નવા સંબંધોની શુભ શરૂઆતની સામાન્ય કરતાં ઓછી શક્યતા છે, વિવાદો તથા મુદ્દા ઊભા થઈ શકે છે. પવન તથા શરદીને લગતી બીમારીની શક્યતા છે. આ સમયગાળાના છેલ્લા તબક્કામાં સારૂં માનસિક સંતુલન જોવા મળશે.
Nov 24, 2026 - Jan 15, 2027
મુસાફરી રસપ્રદ પુરવાર થશે અને તમને સુસંગત હોય તેવી વ્યક્તિઓ સાથે આકર્ષક સંવાદ માટેનો માર્ગ મોકળો કરશે. વ્યાવસાયિક તથા ઘરની જવબદારીને તમે સમજદારીપૂર્વક સંતુલિત કરી શકશો અને જીવનના આ બંને મહત્વપૂર્ણ પાસાંને તમારૂં શ્રેષ્ઠ આપી શકશો. તમારી અદમ્ય ઈચ્છાઓ મુશ્કેલીથી પૂર્ણ થશે પણ અંતે તે તમને સમૃદ્ધિ, કીર્તિ તથા સારી આવક અથવા લાભ આપશે. જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળશે. ઉપરીઓ તથા જવાબદાર તથા વગદાર પદો પરના લોકો તરફથી તમને મદદ મળશે.
Jan 15, 2027 - Feb 05, 2027
આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.
Feb 05, 2027 - Apr 07, 2027
તમે અનેક ગણી સફળતા મેળવશો, જે તમે આ પૂર્વે કદાચ નહીં અનુભવી હોય. વ્યક્તિગત મોરચે, તમારા નિકટજનો તમારા પર મદાર રાખશે. લોકપ્રિયતા તથા કીર્તિ કમાશો. સૌથી મહત્વની બાબત, તમારી અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો મીઠાશભર્યા રહેશે. બાળ જન્મની શક્યતા છે. તમારી નીચે કામ કરતા લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. એકંદરે, આ સમયગાળો આહલાદક રહેશે.
Apr 07, 2027 - Apr 25, 2027
તમારી માટે આ હળવાશભર્યો સમય છે. તમારો અભિગમ આત્મવિશ્વાસથી સભર રહેશે અને તમે હકારાત્મક મહેસૂસ કરશો. ઘરના મોરચે તમે ખુશખુશાલ રહેશો તથા તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. જો કે, તમારા ભાઈને સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. મુસાફરીનો યોગ છે. નાના પ્રવાસ ફળદાયી નીવડશે તથા ભાગ્યના દ્વાર ખોલશે. આર્થિક લાભો મળવાની શક્યતા છે. પરિવાર તથા મિત્રો સાથે સમય વિતાવશો. તમને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ છે. શત્રુઓ પર વિજય મેળવશો.
Apr 25, 2027 - May 26, 2027
ઉપરની તરફ પ્રગતિ માટે આ સમયગાળો શ્રેષ્ઠ પગથિયું સાબિત થશે તથા કારકિર્દીમાં પણ ઉપર તરફનું વલણ જોવાય છે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી ખુશી મળવાની શક્યતા છે. સહકારીઓ-ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતા છે. પ્રેમ તથા રોમાન્સમાં વધારો થશે. વ્યાપાર તથા વિદેશ યાત્રા દ્વારા લાભ થશે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમારી માનસિક શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. સ્વંય-શિસ્ત, સ્વંય-નિયમન તથા તમારા રોજિંદા વ્યવહાર પર અંકુશ તમારી માટે લાભદાયક પુરવાર થશે. તાવ તથા સંધિવાના દર્દથી સાવધ રહેજો. આ સમયગાળો તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યનું સૂચન કરે છે.