શિયા વ્હિઘમ
Jan 5, 1969
12:0:0
Tallahassee
84 W 15
30 N 27
-4
Unknown
ખરાબ જાણકારી(DD)
પ્રણય તમારા જીવનમાં વહેલો આવશે અને આવશે ત્યારે પૂરી ધગશથી આવશે. પરંતુ મોટી જ્વાળાઓ જલ્દી બુઝાઈ જાય છે તેમ અંતિમ પસંદગી થાય તે પહેલાં વખતો વખત તમે પ્રેમ પ્રકરણમાંથી બહાર થઈ જશો. શક્ય છે કે તમારું લગ્ન વહેલું નહીં થાય, તેમ છતાં તે સુખી હશે.
તમારા શરીરનું બંધારણ કે ઘડતર સારું છે. તમે ગણનાપાત્ર જીવનશક્તિ ધરાવો છો અને જો તમે પ્રચુર માત્રામાં ખુલ્લી જગ્યામાં કસરત કરશો તો તે પાછલી ઉમર સુધી જળવાઈ રહેશે. પણ આ સહેલાઈથી વધારે પડતી હોઈ શકે છે. જો તમે વ્યાજબી માત્રા કરતાં વધારે કસરત કરશો તો તે તમારા શ્વશનતંત્રને તકલીફ આપશે અને તમને શ્વાસનળીના રોગો થશે. ૪૫ વર્ષની ઉમર પછી રાંઝણ (સાઈટિકા) અને સંધિવાના હુમલા થવાની શક્યતા છે. આ હુમલાઓનું કારણ આપવું અઘરું છે પણ તે જો તમે રાત્રીની હવામાં રહો તો થઈ શકે છે.
એવાં શોખ કે આનંદપ્રમોદ તમને પસંદ પડશે કે જે સ્નાયુઓની જગ્યાએ બુદ્ધિશક્તિ થકી થતાં હોય. તેમાં તમને પૂરેપૂરી સફળતા મળશે. તમે શેતરંજના સારા ખેલાડી બની શકો છો. જો તમને પત્તાની રમતો આકર્ષતી હોય તો તમે બ્રિજ સરસ રીતે રમશો.