તમને અચાનક આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રયત્નોમાં મળનારી નિષ્ફળતા તમને હતાશાનો અનુભવ કરાવશે. કામનો બોજો વધુ હોવાથી તમારે સખત મહેનત કરવી પડશે. વિસ્થાપન, બદલી તથા વિદેશી ભૂમિ પર મુશ્કેલીની શક્યતા છે. તમે ખરાબ સંગતમાં પડી જાવ એવી શક્યતા જોવાય છે, આથી એ અંગે સાવચેત રહેજો. તમારૂં સ્વાસ્થ્ય સારું નહીં રહે અને તમે વિવિધ બીમારીઓમાં સપડાયા કરશો. તમારી સામાજિક શાખને પણ નુકસાન થઈ શકે છે. સમાજના સારા લોકો સાથે તમારી તકરાર થઈ શકે છે.
Oct 4, 2025 - Dec 01, 2025
કેટલીક અસ્વસ્થતા રહેશે, આ અસ્વસ્થતા ખાસ કરીને વિષય વાસનાનીની ઊંડી લાગણીને કારણે રહેશે. એક ખૂણામાં પડ્યા રહેવાનું તમને નથી ગમતું, આ બાબત તાણ પેદા કરી શકે છે. આ તબક્કો કારકિર્દીમાં તાણ અને દબાણ સાથે શરૂ થશે. નવા પ્રકલ્પો તથા જોખમો લેવાનું ટાળવું. નવા રોકાણો તથા યોજનાઓ પર તમારે અંકુશ મુકવું જોઈએ. લાભની શક્યતા છે પણ કામકાજના વાતાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે આરામદાયક નહીં હોય. દુન્યવી સુખ-સગવડોની બાબતમાં આ સમયગાળો સારો નથી, આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યો તમને મુશ્કેલીથી દૂર રાખી શકે છે. તમારા સંબંધીઓને કારણે તમારે દુઃખનો સામનો કરવો પડી શકે છે. અચાનક અકસ્માત અને નુકસાનની શક્યતા છે.
Dec 01, 2025 - Jan 22, 2026
આવકના સ્તરમાં તથા બેન્ક બેલેન્સમાં વધારો જોવા મળશે. નવું સાહસ શરૂ કરવા માટે સારો સમય છે. આ પરિભ્રમણ નવી મિત્રતા તથા સંબંધનું તથા તેમાંથી થનારા લાભનું સૂચન કરે છે. જૂનું કામ તથા, નવા શરૂ થયેલા કામ વાંછિત પરિણામો લાવશે, તમારી અદમ્ય ઈચ્છા પૂરી થશે. નવા ધંધા અથવા નવા કરારમાં પ્રવેશશો. ઉપરીઓ અથવા વગદાર તથા જવાબદાર પદ પરના લોકો તરફથી મદદ મળી શકે છે, આ સમયગાળામાં એકંદર સમૃદ્ધિનું પણ નિર્દેશ છે. તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધો પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે તથા થોડી સાવચેતી રાખવી પણ આવશ્યક છે.
Jan 22, 2026 - Feb 12, 2026
તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ યોજાવાની શક્યતા છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, જે તમારી માટે અસાધારણ સાબિત થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે અને તમે તમારા વેપાર સબંધિત મુસાફરી કરશો જે ફળદાયી તથા સારી પુરવાર થશે. આ અદભુત સમયગાળનો મહત્તમ ઉપયોગ કરો. તમે કેટલાંક ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપશો તથા કોઈક માનનીય ધાર્મિક વ્યક્તિના સંપર્કમાં આવશો.
Feb 12, 2026 - Apr 14, 2026
તમારી પસંદગીના પવિત્ર સ્થળની મુલાકાતની શક્યતા છે. તમે રોમેન્ટિક અને પ્રભાવશાળી અભિગમ ધરાવશો તથા આ બાબત તમે ઓળખો છો એવા લોકો સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રાખવામાં તથા જેને તમે નથી એળખતા એવા લોકો સાથે સંપર્કનો સેતુ બાંધવામાં મદદ કરશે. કેટલાક પ્રમાણમાં ઈચ્છાપૂર્તિનો યોગ છે, જેનો અર્થ થાય છે સોદામાં લાભ તથા તમે જે સંસ્થામાં કામ કરો છે ત્યાં હોદ્દામાં બઢતીના સંકેત છે. નવું વાહન તથા જમીન ખરીદીની શક્યતા છે. એકંદરે, આ સારો તબકકો છે.
Apr 14, 2026 - May 02, 2026
તમારી જાતની અભિવ્યક્તિ માટે તથા વિવિધ ક્ષેત્રોમાં તમારા રચનાત્મક કૌશલ્યના ઉપયોગ માટે આ સારો સમય છે. તમારા કાર્યક્ષેત્ર તથા રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી અણધાર્યા પરિવર્તનની આશા રાખી શકાય છે, આ બાબત તમારી માટે અસાધારણ સાબિત થશે. ઉપરીઓ તથા સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોથી લાભ થશે. તમારા અંગત તથા વ્યાવસાયિક જીવનમાં હકારાત્મક પરિવર્તનો જોવા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તમને ચોક્કસ જ સફળતા મળશે અને તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે.
May 02, 2026 - Jun 01, 2026
આ સમયગાળો તમારી માટે ઉત્કૃષ્ટ પુરવાર થશે. તમારા વિચારોને લઈને તમે ખૂબ જ આત્મવિશ્વાસ અનુભવશો તથા તમને પ્રમોશન મળવાની શક્યતા પણ ભારોભાર છે. અચાનક મુસાફરીનો યોગ છે, જે તમારી માટે ફળદાયી સાબિત થશે. ભાઈ-બહેનો તથા વિરૂદ્ધ જાતિની વ્યક્તિ તરફથી આનંદ મળશે. તમારા ભાઈ માટે પણ આ સારો સમય છે. નોકરી-વ્યવસાયનું સ્થળ બદલવાનો વિચાર ટાળવો જોઈએ.
Jun 01, 2026 - Jun 23, 2026
વરિષ્ઠો અથવા વગદાર કે જવાબદાર પદો પરના લોકો પાસેથી તમને પૂરેપૂરો સાથ-સહકાર મળશે. વ્યાવસાયિક રીતે આ સમયગાળામાં તમે સરસ પ્રગતિ સાધી શકશો ઘર તથા કારકિર્દીના મોરચે તમારે મહત્વની જવાબદારીઓ ઉપાડવાની થશે. કાર્યાલયીન ફરજ-મુસાફરી દરમિયાન તમે તમને સુસંગત હોય એવી વ્યક્તિના સંપર્કમાં આવો એવી શક્યતા છે. તમે મૂલ્યવાન ધાતુ, રત્નો તથા ઘરેણાં ખરીદશો. તમારા સંતાનોને તમારી જરૂર પડશે કેમ કે આ સમયગાળા દરમિયાન તેઓ વધુ પડતા સંવેદનશીલ બની શકે છે.
Jun 23, 2026 - Aug 16, 2026
ઉપરીઓ તથા જવાબદારીભર્યા અથવા વગદાર પદ પરના લોકોનો સંપૂર્ણ સહકાર મળશે. વ્યાવસાયિક રીતે તમે સારી પ્રગતિ કરશો. વ્યાપાર-ધંધાને લગતી શક્યતાઓ સારી રહેશે, જો તમે નોકરી કરતા હો તો પ્રમોશનની શક્યતા પણ નકારી શકાય નહીં. કારકિર્દી તથા ઘરના મોરચે તમારે મહત્વની જવાબદારીનો ભાર ઉપડવાનો થશે. તમારી સત્તાવાર ફરજ-પ્રવાસ દરમિયાન સુસંગત વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાની સારી શક્યતા છે. તમારા ભાઈ-બહેન સાથેના તમારા સંબંધોમાં સારાસારી રહેશે. જો કે, તમારા ભાઈ-ભાંડુને તકલીફ થઈ શકે છે.
Aug 16, 2026 - Oct 04, 2026
તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અને તમારી જાતની યોગ્ય દરકાર લેવી અને તમારી પોતાની જરૂરિયાતો તમને સક્રિય ઊર્જા સાથે સામંજસ્ય સાધવામાં કરવામાં મદદ કરશે, શારીરિક મહેનત માગતી રમતોમાં ભાગ લેવો એ આ બાબત માટેનો સારો માર્ગ છે. તમે જે ઊર્જાથી તરબતર થઈ રહ્યા છો તે ચોક્કસ જ તમારા જીવનમાં અનેક ટેકેદારોને આકર્ષશે. કામના સ્થળે વધુ સમય અને ઉર્જા આપવા તમને નેતૃત્વની જરૂર ધરાવતા પદ માટે બોલાવી શકાય છે તમારા જીવનસાથી તમારી ખુશી અને સફળતામાં યોગદાન આપશે. તમારા માન-મરતબામાં વૃદ્ધિ થશે અને તમે વધુ લોકપ્રિય બનશો