તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.
Nov 13, 2024 - Dec 05, 2024
વ્યાવસાયિક તથા વ્યક્તિગત સ્તરે વિઘ્નો જોવાય છે. મુશ્કેલ પરિસ્થિતિને શાંતિ તથા સમજદારીથી સૂલઝાવવાનો પ્રયાસ કરજો કેમ કે ઉતાવળિયાપણું આ સમયગાળમાં તમને જરાય મદદ નહીં કરે. મુસાફરી ફળદાયી નહીં નીવડે, આથી ટાળજો. તમારા પરિવારની બાજુથી તમને પૂરો સહકાર નહીં મળે. સંતતિને લગતી સમસ્યાઓ આ સમયગાળામાં જોવા મળશે. તમારા શત્રુઓ તમને હેરાન કરવામાં કશું જ બાકી નહીં રાખે. આવામાં બિન્ધાસ્ત બનીને પોતાના નિર્ણયને વળગી રહેવું યોગ્ય પુરવાર થશે. પેટને લગતી વ્યાધિ ચિંતાનું કારણ બની શકે છે.
Dec 05, 2024 - Feb 03, 2025
નકારાત્મક બાજુ જોઈએ તો, આ સમયગાળામા તકરાર તથા પ્રેમ સંબંધ ભંગની શક્યતા છે. આ સમયે અન્યોની સમસ્યાઓમાં ન પડવાની સલાહ છે. તમારૂં સ્વાસ્થ્ય તથા આર્થિક સ્થિતિ જોખમમાં છે. તમે કોઈ કૌભાંડમાં સપડાઈ શકો છો અને તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે. અણધાર્યા ધનલાભની શક્યતા છે, પણ કહેવાની જરૂર ખરી કે ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેશે. આ સમયગાળો જોખમ સૂચવે છે, આથી તમારે વધારે તકેદારી રાખવી પડશે. પ્રવાસ ફળદાયી નહીં નીવડે, માટે એ ટાળવો.
Feb 03, 2025 - Feb 22, 2025
તમે જે કંઈ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. તમારા તમામ પ્રયાસોમાં તમને યશ મળશે અને તમે મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. તમારા શત્રુઓનો પરાજય થશે. તમારા પદમાં વધારો થવાની શક્યતા છે. તમે કીર્તિ તથા પ્રતિષ્ઠા મેળવશો. કાયદાકીય કેસમાં તમારી જીત થશે. એકંદરે આ તમારી માટે સફળતાભર્યો સમયગાળો છે. બળતરા તથા આંખને લગતી સમસ્યાઓથી તમારે સાવધાન રહેવું પડશે. માતા તથા માતૃપક્ષના સગાંઓની બીમારીનો ભય રહે.
Feb 22, 2025 - Mar 24, 2025
તમારી માટે આ આર્થિક સ્થિરતાનો ગાળો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી આશાઓ તથા મહત્વાકાંક્ષાઓ પર કામ કરી શકો છો અને તેને યોગ્ય આકાર આપી શકો છો. પ્રેમ તથા રોમાન્સ માટે અનુકુળ સમય છે. તમે નવી મિત્રતા વિકસાવશો, જે ફળદાયી અને મદદરૂપ સાબિત થશે. વિદ્વાનો તરફથી તમે માન તથા સન્માન મેળવશો અને વિરૂદ્ધ જાતિની વ્યક્તિઓ વચ્ચે પણ તમે ખાસ્સા લોકપ્રિય થશો. લાંબા અંતરના પ્રવાસોની શક્યતા છે.
Mar 24, 2025 - Apr 14, 2025
શારીરિક તથા માનસિક રીતે આ સમયગાળા દરમિયાન તમે ખૂબ જ હિંમતવાન રહેશો. તમારા સંબંધીઓ માટે આ ખૂબ જ સારો તબક્કો છે, ખાસ કરીને તમારા ભાઈઓ પણ વિકાસ સાધશે. તમારી કારકિર્દીમાં પ્રયત્નોની પરાકાષ્ઠા કરજો, કેમ કે આ સમયગાળામાં સફળતાની ખાતરી છે. ભૌતિક બાબતોમાં પણ લાભની શક્યતા છે. તમારા શત્રુઓ તેમની યોજનામાં સફળ નહીં થાય. આ સમયગાળા દરમિયાન તમારી મનોકામના પૂર્ણ થશે. તમે વિજેતા તરીકે સામે આવશો.
Apr 14, 2025 - Jun 08, 2025
આ સમયગાળા દરમિયાન તમે હિંમતવાન બનશો અને ઉચ્ચ સ્તરે પહોંચશો. આ સમયગાળા દરિમયાન તમે વૈવાહિક આનંદને માણશો. વગદાર લોકો સાથેના તમારા સંપર્કો ચોક્કસ વધશે. તમારા શત્રુઓ તમારો સામનો કરવાની હિંમત નહીં કરી શકે. લાંબા અંતરની યાત્રા ફાયદાકારક પુરવાર થશે. પ્રેમ અને રોમાન્સ માટે આ સમયગાળો આશીર્વાદરૂપ પુરવાર થશે. મુશ્કેલીઓનો સામનો તમે ડર્યા વિના કરશો અને તમારા શત્રુઓ સામે વિજયી થશો. નાની-મોટી વ્યાધિઓ થશે. પારિવારિક સંબંધ સંતોષકારક રહેશે. જો કે તમારા સંતાનો સાથેના તમારા સંબંધોમાં સારાસારી નહીં હોય.
Jun 08, 2025 - Jul 27, 2025
તમે તમારી આધ્યાત્મિક બાજુ પર તમે જેટલું વધુ ધ્યાન આપશો, એટલી તમારી અંગત જરૂરિયાતો સંતોષાશે, અને તમારો વિકાસ તમારા ઊંડા ફિલોસોફિકલ પરિવર્તનના સ્વીકારની આવડત સાથે સીધો સંબંધ ધરાવે છે. તમે જે ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો, તે પૂર્ણ કરવાથી તમને ખાસ્સો ફાયદો થશે, તમારી અંદરના ઊંડા પરિવર્તનને વાચા આપવાની તમારી ઈચ્છાને પૂરી કરવા માટે આ સારો સમય છે. તમારા ઉચ્ચ મૂલ્યોને વાચા આપવામાં તમે સફળ રહેશો, આ બાબત કામને લગતી હોઈ શકે છે અથવા સમાજકેન્દ્રી પણ. તમારો અભિગમ આશાવાદી હશે અને આ સમયગાળામાં તમારા શત્રુઓને તકલીફ થશે. તમે કોઈ વિચારને અમલમાં મૂકો ત્યારે આર્થિક વળતરની આશા રાખજો. સરકાર તથા કોઈ મંત્રાલય તરફથી તમને લાભ થશે, અને તમેની સાથે કમ કરવાથી તમને સફળતા મળશે, વેપારમાં વિસ્તરણની તથા નોકરીમાં બઢતીની શક્યતા છે. પારિવારિક ખુશી મળશે તેની ખાતરી રાખજો.
Jul 27, 2025 - Sep 23, 2025
આ સમયગાળામાં તમારો દૃષ્ટિકોણ સરેરાશ રહેશે. લાભ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા વ્યવસાયને વિકસાવવાની દિશામાં કાર્ય કરજો. આ સમયગાળામાં અંગત મુદ્દાઓ અને સ્વાસ્થ્યને લગતી નાની-મોટી સમસ્યાઓ રહેશે જે તમારા કામમાં અંતરાય ઊભા કરશે. પડકારો રહેશે તથા નવી પસંદગી અંગે નિર્ણય વિચારીને લેજો. નવી યોજનાને સદંતર ટાળવી. તમારા સ્વીકાર ન કરવાના સ્વભાવને કારણે તથા કાર્યસ્થળે સ્પર્ધાને કારણે આ સમયગાળામાં તમે વિધ્નો અનુભવશો. જમીન કે મશીનરીની ખરીદી થોડા સમય માટે ટાળવી.
Sep 23, 2025 - Nov 13, 2025
તમે જે કંઈ મેળવ્યું છે તે વિશે સંતોષ કરાવનારૂં અને સારા પ્રમાણમાં ફળદાયી વર્ષ નીવડશે. સંપૂર્ણ હકારાત્મકતા અને ઉલ્લાસ સાથે તમે આ તબક્કામાં જીવનને માણશો. જીવનમાં પ્રવાસ, અભ્યાસ અને વિકાસ માટે બહોળી તકો મળશે. તમારા ક્ષેત્રમાં તમને વિરૂદ્ધ જાતિની વ્યક્તિ મદદ કરશે. તમે જેની લાયકાત ધરાવો છો તે માન તમને મળશે તથા તમારા જીવનમાં વધુ સ્થિરતા આવશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ લાભદાયી પુરવાર થશે. જમીન અથવા વાહન ખરીદીનો યોગ છે.