યુકી ભમબરી
Jul 4, 1992
12:0:0
New Delhi
77 E 12
28 N 36
5.5
Unknown
ખરાબ જાણકારી(DD)
સામાન્યતઃ તમે જીવનસાથી પસંદ કરવામાં કાળજી રાખો છો. શક્ય ભૂલ નો ડર તમારી આંખોમાં વિસ્તૃત થઈ ને દેખાય છે અને તમે ખુબ જ સાવધ છો. પરિણામે તમે સામાન્ય કરતાં મોડા લગ્ન કરો છો. પરંતુ એક વખત તમે પસંદગી કરી લો પછી તમે આકર્ષક અને સમર્પિત જીવનસાથી બનો છો.
તમારા શરીરનું બંધારણ કે ઘડતર મજબૂત છે, પણ કામ અને રમતથી તેની ઉપર ગજા ઉપરાંતનો બોજો લાદવો એ તમારું વલણ છે. તમે જે કાંઈ કરો છો તે મહેનતપૂર્વક કરો છો, એટલા માટે જીવન તમારામાંથી ઘણું જ વધારે ખેંચી લે છે. તમારા કામ તમે સ્વસ્થતાપૂર્વક કરો, ચર્ચાવિચારણા કરો, વધારે મિનિટો ચાલવાનું રાખો અને જમવા માટે વધારે સમય લો. ઊંઘના કલાકો ક્યારેય ઓછ ન કરો, અને જેમ બને તેમ કામના મુકરર સમય પછી વધારાનું કામ કરવાનું ટાળો. જેમ બને તેમ લાંબી રજાઓ પર જાઓ અને તે આરામદાયક બને તેવું આયોજન કરો. જ્યારે માંદગી આવશે ત્યારે તમારું હૃદય તમને સૌથી પહેલાં તકલીફ આપશે. જો તે ગજા ઉપરાંતનું કામ કરતું હશે તો તે તમારી સામે બળવો કરશે, પણ પહેલી વખત તે હળવો હશે. પહેલી મુશ્કેલીની નિશાની પરથી જ તાકીદ કરો, ત્યાર પછીનો બનાવ વધારે ગંભીર હશે.
તમારો ચીજો મેળવવાનો પહાડ અતિ વિકસિત છે. તેનો મતલબ એ છે કે વસ્તુઓ સંગ્રહ કરવાનો તમને ખૂબ જ શોખ છે, જેમ કે જૂના ચાઈના વાસણો, ટપાલ ટિકિટો, જૂના સિક્કા ઇત્યાદિ. વળી વસ્તુઓને ફેંકી દેવાનું કે તેનો ત્યાગ કરવાનું તમારા માટે અઘરું છે. તમે હંમેશાં એ વિચારો છો કે કોઈક દિવસ મને તેની જરૂર પડશે, અને આ રીતે તમે જન્મજાત સંગ્રાહક છો. આવા તમારા બીજા શોખ ઘર બહારની સરખામણી કરતાં ઘરમાં પોષાય તેવાં વધારે છે. તમારામાં વસ્તુઓ ની રચના કરવાની ધીરજ છે, અને જો તમારી પાસે આવડત ન હોય તો તમે તે શીખી શકો છો