શ્રેયસ એયર
Dec 6, 1994
00:00:00
Mumbai
72 E 50
18 N 58
5.5
Internet
સંદર્ભ (R)
જેટલી તમને ખોરાકની જરૂર છે તેટલી જ પ્રેમની છે. તમારી લાગણી ખુબ જ ઊંડી છે જે તમને ઉત્તમ જીવનસાથી બનાવે છે. તમારા કરતાં ઓછી લાગણીની દશાના ધારક સાથે લગ્ન કરવાથી તમારે બચવું જોઈએ કારણ કે આવું જોડાણ સફળ બનાવવા માટેની સહનશક્તિ તમારામાં નથી. તમે ખરા મનમોહક છો, તમારી પસંદ ઉમદા છે અને સંપર્ક માટે કલાપ્રેમીઓની શોધ કરવાનું તમારું વલણ છે.
તમારું આરોગ્ય તમારા માટે ચિંતાનું કારણ બને તે જરૂરી નથી, પણ તેને અવગણશો નહીં. વધારે પડતી ગરમી કે ઠંડી તમારા માટે સંકટ ઊભું કરી શકે છે, ખાસ કરીને વધારે પડતી ગરમી. બન્ને તમારા માટે અનુકૂળ નથી. જો તમારે ગરમ પ્રદેશોમાં પ્રવાસ કરવાનો હોય તો ૱ લૂ લાગવા થી સાવધાન રહેશો, જે કાંઈની પણ તમારું તાપમાન વધારવાની વૃત્તિ હોય તેને ટાળશો. પાછલી જિંદગીમાં રક્તજ મૂર્છાના રોગથી બચાવ કરશો. તમને પ્રચુર માત્રામાં ઊંઘ આવે તે મહત્ત્વનું છે અને ઉજાગરા કરવાનું તમારે ટાળવું જોઈએ. આ અત્યાવશ્યક છે કારણ કે તમે જ્યારે જાગતા હોવ છો ત્યારે વધારે પડતા ઉત્સાહિત હોવ છો અને શાંત નથી હોતા – આ બધું તમારી જીવનશક્તિ ઝડપથી વાપરી નાખે છે. ફક્ત ભરપૂર નિદ્રાની મદદથી જ આ હાનિ સરભર થઈ શકે છે.
તમે પરિશ્રમ કરવો પડે તેવાં શોખ અને આનંદપ્રમોદના ઉપાય ધરાવો છો. ક્રિકેટ, ફૂટબૉલ, ટૅનિસ જેવી રમતો તમને ગમે છે. તમે ધંધા-રોજગારમાં આખો દિવસ ખુબ જ મહેનત કરશો અને સાંજે ટૅનિસ, ગૉલ્ફ, બૅડમિંટન જેવી રમતોના રાજા જેવી રમતો રમશો. વ્યાયામ કરવો પડે તેવી રમત-ગમતોમાં ભાગ લેવામાં તમને ખુબ જ રસ છે. રમત-ગમતમાં તમની ઘણાં ઇનામો મળ્યા હશે. રમત-ગમત માં તમારી જીવન-શક્તિ આશ્ચર્યકારક છે.